________________
યંત્રને તેઓ સદા પાસેજ રાખે છે, અને ઘણી લાગણી તથા સાવધાનતાપૂર્વક તેને ઉપગ કરે છે. તે યંત્ર વાપરવાની વિધિ આ પ્રમાણે છે.
આત્મભાનમાં સદા જાગૃત રહી જીવન પર્યત કઈ જીવને તે મહાત્માઓ-મુનિઓ પીડા કરતા નથી. અસત્ય બોલતા નથી. માલીકની રજા સિવાય તેઓ કાંઈ પણ વસ્તુ લેતા નથી. બ્રહ્મચર્ય ત્રિકરણ શુદ્ધિ એ પાળે છે. પરિગ્રહ જે ધન ધાન્યાદિ તેને સર્વથા ત્યાગ કરે છે. શરીર તથા ધર્મમાં મદદગાર ઉપકરણે ઉપર મમત્વ ધારણ કરતા નથી. રાત્રીએ આહાર પાણીનો ત્યાગ કરે છે. સંયમની વૃદ્ધિ અને દેહના રક્ષણ અર્થે દિવસે નિર્દોષ આહાર લે છે, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ બરાબર પાળે છે, વિવિધ પ્રકારના આત્મ વિકાશમાં મદદગાર અભિગ્રહ લે છે. દુર્જન મિત્રોની સેબત કરતા નથી. સ્વભાવને શાંત રાખે છે. પિતાની સાધુ જીવનની ભૂમિકાનું ઉલ્લંઘન કરતા નથી. લેક વ્યવહાર લેપતા નથી. ગુર્નાદિને માન આપે છે. તેમની આજ્ઞા બરાબર પાળે છે. ભગવાનના સિદ્ધાંતનું શ્રવણ કરે છે. મહાવ્રતની ભાવનાઓ વિચારે છે. આપત્તિને ધીરજથી સહન કરે છે. વિપત્તિની સામે આત્મિકબળ વાપરીને હઠાવે છે. | ગમે તેવા દુઃખની સામે થઈ, તેને ભાવનાના બળથી સહન કરે છે. અનુકૂળ સંગે વખતે રાગ કે અભિમાન ન થાય તે માટે બહુ સાવધાન રહે છે. મનની વૃત્તિઓને પ્રવાહ કઈ દિશા તરફ વહે છે તેની બહુજ સંભાળ રાખે