________________
૨૯૩
છે. પિતાનું ઓછું બળ દેખી કે ઈ વખતે સંતેષ દુશ્મન સાથે સંધિ કરે છે, કોઈ વખતે બળ વધારે હોય તે લડે છે. આમ નીતિમાં નિપુણ, અવસરનો જાણનાર, અને બુદ્ધિમત્તતા વિગેરે ઘણાં ગુણો સંતોષમાં છે.
નિપિપાસા–રાજન! પદ્મના જેવા સુંદર નેત્ર અને ગીર મુખવાળી નિપિપાસિતા નામની આ સંતોષની સ્ત્રી છે. કઈ પણ પ્રકારની તૃષ્ણ-ઈચ્છા ન હોવી તે તેના નામ પ્રમાણે ગુણ ધરાવનારી છે. જેનસપુરનાં લેકેનું મન,શબ્દ રૂપ રસ ગંધ અને સ્પર્શમાં રાગદ્વેષ વિનાનું તૃષ્ણ વિનાનું બનાવવાનું તે બાઈકામ કરે છે. લાભમાં અલાભમાં, સુખમાં દુઃખમાં, સુંદરતામાં અસુંદરતામાં, તથા આહારાદિના પ્રસંગમાં અને તે ભલીબાઈ અત્યંત સંતેષી બનાવે છે. આથી એ નિશ્ચય થાય છે કે આ રાજ્યમાં ચારિત્રધર્મ રાજા છે. યુવરાજ પદે યતિધર્મ કુમાર છે. ગૃહિધર્મ ના પુત્ર છે. રાજ્યની ચિંતા કરનાર સદ્ધ પ્રધાન છે. સમ્યગદર્શન સેનાપતિ છે અને સંતોષ તંત્રપાળ છે. મહામહાદિ વિશ્વને પ્રાપ કરનારા છે, ત્યારે ચારિત્રધર્માદિ વિશ્વને શાંતિ આપનારા છે; આલંબનરૂપ છે, હિતકારી છે, સાચા બંધુ તુલ્ય છે, સંસારને ૫.૨ પમાડનારા છે અને સુખના કારણ રૂપ છે. માટેજ તેઓ આત્માના અંગભૂત છે. આ સિવાય શુભાશયાદિ બીજાઓ પણ ચારિત્રધર્મના અનેક પદાતિઓ છે. તેઓ સદા સારા કાર્યમાં મનુષ્યોને પ્રેરનાર છે. જે જે મનુષ્ય. સ્ત્રીઓ, બાળકો અને સુખના કારણરૂપે છે તે તે બધાનો આ શુભાશયાદિની અંદર સમાવેશ થાય છે.