________________
ર
આ સદાગમ અંતરંગ સર્વ રાજાઓને, જેનલેકોને અને બહારના લેકેને પ્રવૃત્તિનું મુખ્ય કારણ છે. આ ન હોય તે એના વિના વિશ્વમાં કઇકાળે, આ બળ આ નગર, પિતાના સ્વરૂપે પ્રકાશી શકેજ નહિ, આ સદારામ સર્વકાર્યને ઉપદેષ્ટા છે. આનું બીજું નામ શ્રુતજ્ઞાન છે. શ્રતજ્ઞાન બીજાને બોલીને બેધ આપે છે, આજ્ઞા ફરમાવે છે, બાકીનાં ચાર જ્ઞાન મુંગા છે. તેઓને જ્યારે કાંઈપણ કાર્ય સબંધી કહેવું હોય ત્યારે આ સદાગમની પાસે જ કહેવરાવવું પડે છે, એટલે તેઓ જાણવા છતાં બોલવાનું કરતાં ન હોવાથી તેઓને મુંગા કહેલા છે, “આદેશ, ઉપદેશ કે વસ્તુ તત્ત્વનું સ્વરૂપ તે વચનથી જ પ્રકાશિત કરાય છે માટે તેની બધી પ્રવૃત્તિને પ્રકાશક અને પ્રેરક સદાગમને જ કહે છે. ” - ત્રીજા મિત્રનું નામ અવધિ છે. આ મિત્ર અનેક રૂપને વિસ્તાર કરી શકે છે. કેઈ પ્રસંગે દીર્ધ, કઈ વખત હસ્ત્ર, કોઈ વખત થડે, કેઈ વખત ઘણે, કેઈવખત આવીને ચા જનારો અને કોઈ વખત કાયમ ટકી રહેવાના સ્વભાવવાળે છે. તેનાં નેત્રી વિશેષ નિર્મળ છે. કેઈના કહેવા કરતાં તેિજ વિશ્વના પદાર્થોને અમુક મર્યાદામાં સાક્ષાત્ જોઈ શકે છે. આ અવધિજ્ઞાન ક્ષપશમના પ્રમાણમાં લાંબુ ટુંકું, વધારે, એ આવ્યું જાય અને ન જાય તેવું છે. વિશેષમાં તેના અસંખ્યાતા ભેદ છે. ઈન્દ્રિય કે મનની પણ અપેક્ષાવિના વિશ્વના પદાર્થોને તે અમુક મર્યાદામાં જોઈ શકે છે.