________________
૨૪૬
ઉપાદાન કારણ તા જીવોનું દુર્ભાગ્ય નામ કમ છે, તેથી તે સ્થિતિમાં જીવા મૂકાય છે. આ દુર્ભાગ્યતામાં એવી શક્તિ છે કે તેથી જીવીને તે એકદમ અપ્રિય કરી મૂકે છે. પાસે બેઠા હાય તેપણ તે દૂર જાય તેા ઠીક’ એમ લેાકેા ઈચ્છે છે.
ગરીબાઈ, નિજતા, અપમાન, મનની નિ`ળતા, હલકાઇ, ઓછી સમજણ, કામાં મળતી નિષ્ફળતા વિગેરે દુર્ભાગ્યતાને પરિવાર છે. આ દુર્ભાગ્યતા જ્યાં જ્યાં જાય છે અને જેના શરીરમાં નિવાસ કરે છે ત્યાં ત્યાં આ પરિવાર પણ સાથે જાય છે અને જીવાને તેવી તેવી સ્થિતિમાં લાવી મૂકે છે.
તે નામકમ રાજાના પિરવારમાં સુભગતા નામની એક સુંદર સ્ત્રી છે. આ સદ્ભાગ્યતાને પણ તે રાજાએ જીવોને શાંતિ માટે ભવચક્રમાં મેકલી છે. જીવનાં સત્કમ થી આ રાજા પ્રસન્ન થાય છે ત્યારે તેની સેવામાં આ સદ્ભાગ્યતાને માકલી દે છે. આ સુભગતા જે જીવની પાસે જાય છે, તેની સાથે શરીરની સુખાકારી, તંદુરસ્તી, મનનેા સંતેાષ, ગ, ગૌરવ, આશાજનક ભવિષ્ય, આદરસત્કાર વિગેરે પેાતાના પરિવારને પણ લેતી જાય છે.
જ્યારે તે આ ભવચક્રપુરમાં વિલાસ કરતી હાય છે ત્યારે જીવા આનંદથી ભરપુર, સુખી, આદેય વચનવાળા, લાક વલ્લભ અને ભાગ્યવાન બને છે. જીવોનું સારૂ' નસીબ તે વખતે અળકી ઉઠે છે.