________________
૨૯
છે તેઓ જે આ શીયળ નામનું બીજું મુખ કહે છે તે પ્રમાણે વત્તન કરે છે. તે ઉત્તમ મનુષ્યા મન વચન શરીર વડે દઢ બ્રહ્મશ્ચય પાળે છે. શીયળ એ સાધુએનું ભૂષણ છે. સસ્ત્ર ધન છે અને નિવૃત્તિ નગરી તરફ જવામાં ઉત્તમ આલમન છે. જે તેની સંપૂર્ણ આજ્ઞા પ્રમાણે ચાલે છે તેને તે સંપૂર્ણ સુખ આપે છે. તે નગરમાં જેએ ગૃહસ્થ રૂપે રહેલા છે તેએ પણ કાઈ કાઈ તા સથા અને કઈ થેાડે ભાગે પણ શીયળ પાળનારા છે.
તપ—રાજન્ ! ચારિત્રધમ રાજાનું આ મનેહર તપ નામનું ત્રીજું સુખ છે, તે અનેક ઇચ્છાઓને ત્યાંના લોકો પાસે ત્યાગ કરાવે છે. ઇચ્છાઓને નિરોધ કરવાથી તે જીવા સુખી થાય છે. ઈચ્છાઓને નિરાધ કરવાથી આવતાં નવાં કર્મોથી તેઓ મચી જાય છે. કેટલીક વખત પૂર્ણાંકના નાશ પણ તેઓ તે તપેા બળથી કરે છે એટલે વિશેષ જ્ઞાન સંવેગ, સમતા, સાતા અને અવ્યાબાધ સુખ આપનાર આ મુખ છે. મહા સત્ત્વવાળા જીવા આ મુખની આરાધના કરીને લીલા માત્રમાં ઇચ્છિત વસ્તુ મેળવે છે. અને નિવૃત્તિને પણ પ્રાપ્ત કરે છે;
ભાવના—અનિત્યાદિ બાર ભાવનાએ એ ચારિત્રધમ રાજાનુ' ચેાથું મુખ છે. ત્રુટી ગયેલી ધ્યાનની ધારાને તે સાંધી આપે છે. મુઝાઈ ગયેલા વૈરાગ્ય દીપકને પ્રગટ કરે છે અને વસ્તુતત્ત્વને નિશ્ચય કરવામાં તે જીવને ભારે મદદ
કરે છે.