________________
અમૃત કોને દુઃખદાઈ હૈય? કેઈને નહિ. તે પણ ભવચકે પુરના કેટલાક પાપી જીવો તે તેમને જાણતા પણ નથી. તેથી આગળ વધીને કેટલાક નિર્ભાગી જવો તે ઉલટા તેની નિંદા કરે છે.
પ્રકરણ પંદરમું.
ચારિત્રધર્મને પરિવાર, વિરતિદેવી--રાજન શુદ્ધ સ્ફટિકની માફક નિર્મળ અને સર્વાગ સુંદર વિરતિ દેવી તે ચારિત્રધર્મ મહારાજની પટરાણી છે. વિશ્વના સર્વ વિષથી વિરમી-પાછા હઠી આત્મામાં વિશેષ પ્રકારે રતિ-પ્રીતિ કરવી, રમણ કરવું એ તેના નામ પ્રમાણે તેનામાં ગુણે છે. ચારિત્રધર્મ મહારાજમાં જે જે ગુણો છે તે તે સર્વ ગુણ આ મહાદેવીની અંદર છે. તે દેવી મહાન શકિતવાળી છે લેકેને આનંદ ઉત્પન્ન કરનારી છે. તે ચારિત્રધર્મ મહારાજાની સાથે એકરસ–અભેદભાવ પામેલી હોવાથી તેનાથી કોઈ પણ રીતે જુદી જણાતી નથી. - પાંચ રાજકુમાર મિત્રો—આ ચારિત્રધર્મ રાજાને પાંચ અંગભૂત મિત્રો છે. પહેલાનું નામ સામાયિક છે. તે જૈનસત્યપુરને અધિકારી રાજા છે. ત્યાંના સર્વલેકેને તે સર્વસાવદ્ય યોગ એટલે પાપવાળા મન વચન શરીરની પ્રવૃત્તિને ત્યાગ કરાવે છે. ૧. '