________________
૨૭૬
યતિધર્મકુમાર – રાજન ! ચારિત્રધર્મ મહારાજાના રાજ્યને ધારણ કરનાર આ યતિધર્મ નામનો પાટવી કુમાર છે. આ નગરમાં જે મુનિઓ-મહાત્માઓ દેખાય છે તેમને બધાને આ રાજપુત્ર સદાને માટે અત્યંત વલ્લભ છે, તે દશ મનુષ્યના પરિવારવાળે છે. તેઓ દ્વારા તે ઉત્તમ પ્રકારનાં કાર્યો કરે છે. તેના પરિવારમાં કેટલીક સ્ત્રીઓ પણ છે,
ક્ષમા–તેના પરિવારમાં મુખ્ય ક્ષમા નામની સ્ત્રી છે. ત્યાગીઓને તે વિશેષ વહાલી છે. તે વિદ્વાન પણ છે ત્યાગ ધર્મમાં રહેલાં બાઈઓ તથા ભાઈઓને તે રોષ ન કરવાને અને કોઈને હઠાવવાનો ઉપદેશ નિરંતર આપ્યા કરે છે.
મહામહની લડાઈના પ્રસંગે ક્રોધને નાશ કરવા માટે ચારિત્ર ધર્મ રાજા વારંવાર આ બાઈને જ મોકલે છે. ૧
યતિધર્મના પરિવારની આ બીજી સ્ત્રીનું નામ માર્દવતા છે. તે બહુ બળવાન છે. પિતાની શક્તિવડે સાધુઓને અતિ નમ્રતાવાળા બનાવે છે. મહામહના યુદ્ધ પ્રસંગે અભિમાનને વિજય કરવા માટે આ મૃદુતાને– માર્દવતાને મોકલવામાં આવે છે.
આ ત્રીજી સ્ત્રીનું નામ સરલતા છે. તે સાધુ સાધ્વીઓને સર્વત્ર સરલતા રાખવાનું શિક્ષણ આપે છે. યુદ્ધના પ્રસંગે માયા કપટની સામે આ સરલતા ને મોકલવામાં આવે છે, અને તે બાઈ પિતાના બળથી માયાને જીતી લઈને તેને મારી હઠાવે છે. ૩