________________
પાંચ પ્રકારે સ્વાધ્યાય કરે છે. જેને લઈને જીવનું પિતાનું જે સાધ્ય છે તે બરોબર તેના લક્ષમાં રહે અને તે સાધ્યને પુરતી મદદ મળે.
અગીયારમે પુરૂષ તે લેકેને ધર્મધ્યાન અને શુકલધ્યાન જે ઉત્તમ ધ્યાન છે તે કરાવે છે, તેને લઈને મનની એકાગ્રતા કરીને તે લેકે આત્મસ્વરૂપમાં સ્થિરતા પામી કિલષ્ટ કર્મોનો નાશ કરી શકે છે.
બારમે પુરૂષ ત્યાંના લોકોમાં જે વિશેષ આગળ વધેલા છે અને સ્વતંત્ર રીતે પિતાના સ્વરૂપમાં રહી શકે તેવા તૈયાર થયેલા છે તેમને ગચ્છને, વસ્ત્રાપાત્રાદિ ઉપધિને, આહારને અને શરીરને ત્યાગ કરાવી આત્મસ્વરૂપમાં રમણતા કરાવે છે.
રાજન ! યતિધર્મને છ પુરૂષ સંયમ નામનો છે, તે મુનિઓને વિશેષ પ્રકારે વલ્લભ છે. તે સત્તર પુરૂષના પરિવારવાળે છે. જૈનપુરના લેકે પાસે ઉત્તમ ઉત્તમ કાર્યો કરાવે છે. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ-વસ્તુ સંચયરૂપ પાપ આશ્રવને મુનિઓ પાસે નિરોધ-ત્યાગ કરાવીને, તેમને શાંત અને વ્યાકુળતા વિનાના બનાવે છે, પાંચ ઇન્દ્રિયને નિરોધ કરાવીને તેમને નિઃસ્પૃહ બનાવે છે.
ક્રોધાદિ ચાર કષાયને તાપ શાંત કરાવીને પ્રશમ ચિત્તવડે તેમના હૃદયમાં શાંતિ સ્થાપે છે. અને મને વચન કાયાની