________________
કર્મથી મુક્ત થઈ શાંતી પામે. આ શક્તિ મૈત્રી. ભાવનાની છે. ૧ બીજી બાઈનું નામ પ્રમોદ ભાવના છે. આ ભાવના જ્યારે જીવના મનમાં પ્રવેશ કરે છે ત્યારે તેના અધ્યવસાય એવા થાય છે કે તે જ્યાં જ્યાં ગુણ દેખે છે ત્યાં ત્યાં લાગણી ધરાવે છે-ગુણને પક્ષપાત કરે છે. ગુણી જ્ઞાની જીવને દેખીને ખુબ રાજી થાય છે. તેના ગુણો મેઢેથી બીજાઓ પાસે બોલ્યા કરે છે મનથી તે ગુણોની અનુમોદના કરે છે. તે પોતાની જીભને કહે છે કે તું પવિત્રાત્માઓના ઉત્તમ જીવનને ઉચ્ચારવાને તૈયાર થા. હે કાન ! તમે મહાન પુરૂષની સ્તુતિ સાંભળીને પ્રસન્ન થાઓ. હે નેત્રો ! તમે બીજાઓનું સુખ વૈભવ જોઈને આનંદ પામો. આવા જીવના અધ્યવસાય થવાથી ષ ઈર્ષ્યાદિ દૂર થઈ જાય છે. ૨
ત્રીજી બાઈનું નામ કરૂણું ભાવના છે. આ ભાવના જ્યારે જીવના મનમાં પ્રવેશ કરે છે ત્યારે દીન, દયાપાત્ર, આર્તા, તૃષ્ણારૂપ અગ્નિ વડે બળતાં, દુઃખથી પીડાયેલા, વિરીથી દબાયેલા, રેગથી પીડાયેલા, મરણના મુખમાં સપડાયેલા અને તેથી પોતાના રક્ષણ માટે યાચના કરતા, વહાલાના વિયેગી અને અજ્ઞાન દશામાં ડુબેલા જીવને જોઈને તે દુઃખથી મુક્ત કરવા માટે તે હિતકારી ઉપદેશ આપે છે, સારી સલાહ આપે છે. ઉંડાણથી દિલાસ દે છે. જરૂર પડતાં વસ્ત્ર, પત્ર, આશ્રય, ઔષધાદિ આપી ને તેનાં દુઃખ જેમ દૂર થય તેમ કરવા પ્રયત્ન કરે છે. આ પ્રમાણે જેના