________________
૨૦૧
છેદો પસ્થાપન—નામના આ બીજો રાજકુમાર છે. પહેલા ના કરતાં આના અધિકાર ઉંચા છે. તે વિશેષ નિર્મળ હાવાથી ત્યાંના લેાકેાને તેના દોષોની શુદ્ધિ કરાવી ઉંચા અધિકાર પર સ્થાપન કરે છે. ર
ત્રીજા રાજપુત્રનુ' નામ પરિહારવિદ્ધિ છે, બીજા કરતાં આ બહુ મહેનતુ અને વિશેષ નિ`ળતા ધરાવે છે. પેાતાની પાસે આવનારાને અઢાર મહીના સુધી વિવિધ તપશ્ચર્યા અને દુષ્કર ક્રિયા કરાવીને વિશુદ્ધ બનાવે છે. તેને લઈ ને જીવે। વિશેષ પ્રકારે કિલષ્ટકર્માના નાશ કરી નિર્મળ અને છે.
ચોથા કુમારનું નામ સુક્ષ્મસ'પરાય છે. પહેલાના કરતાં વિશેષ નિર્મળ અને ખળવાન હાવાથી તેના આશ્રય કરનારા જીવોની અંદર જે સુક્ષ્મ સૂક્ષ્મ કષાયનાં–ક્રોધાદિનાં અણુએ હાય છે તેને પણ નાશ કરી નિર્વાણુના માર્ગમાં આગળ પહેાંચાડે છે. ૪
આ પાંચમા રાજકુમારનું નામ યથાખ્યાતચારિત્ર છે. તે અત્યંત નિર્માળ છે સર્વ પાપને બાળી નાખીને શુદ્ધ અનેલા છે. બધા કરતાં આ ગુણ અને શક્તિમાં શ્રેષ્ઠ છે. તેની મદદથી ત્યાંના લેાકેા ક રહિત બની નિર્વાણ સ્થાનમાં પહેાંચે છે. આ પાંચ મિત્રોને ચારિત્રધર્માં મહારાજાનું શરીર કહેા; જીવન કહેા કે સર્વીસ્વ કહેા કે ઉત્તમ તત્ત્વ કહે। તે સ એકજ છે. ૫.