________________
નવમી નિર્જર ભાવના જીવને કહે છે, કે તમારે સંસારના બીજરૂપ કર્મો આત્મપ્રદેશથી છુટાં પાડી નાખવાં, જુઓ કે ફળને પાક બે પ્રકારે થાય છે એક સ્વાભાવિક અને બીજો પ્રયત્નથી, તેમ જીવને જે જે કર્મ ઉદય આવે છે તે તે ભેળવીને નિર્જરવામાં આવે તે તે સ્વાભાવિક ગણાય છે. આવી અકામ નિર્જરા સર્વ જે કરે છે પણ તે ભેગવતાં જીવે બીજાં નવાં કર્મ અજ્ઞાન, રાગ, દ્વેષાદિથી બાંધે છે એટલે તે તાત્ત્વિક નિર્જરા નથી, પણ આત્મભાન જાગૃત રાખવા પૂર્વક બાહ્ય અત્યંતર તપની–ધ્યાનાદિની મદદથી-અપૂર્વ ઉત્સાહ અને પ્રબળ પુરૂષાર્થથી જે કર્મ તેડવામાં આવે છે તે સકામ નિર્જરા, જીવનાં બીજભૂત કર્મો નાશ કરવાને બહુ ઉપયોગી છે. ૯
દશમી ધર્મસુઆખ્યાત ભાવના કહે છે કે, વીતરાગ પ્રભુએ દશ પ્રકારને ધર્મ બતાવ્યો છે, તે પૂર્વાપર વિરોધ વિનાનો છે. જેનું કલ્યાણ કરનાર છે, તે ધર્મ આ પ્રમાણે છે. જીવોનું રક્ષણ કરવું ૧ સત્યલવું ૨ ચિરી ન કરવી ૩ બ્રહ્મચર્ય પાળવું, ૪ મમત્વ ન કરવું, ૫ તપ કરવો. ૬ ક્ષમા કરવી ૭ સરલ થવું ૮ અભિમાન ન કરવું ૯નિર્લોભી થવું તૃષ્ણને ત્યાગ કરવો આ ધમ સર્વમાન્ય હોઈ જીવનું ભલું કરનાર છે. ૧૦
લેકસ્વરૂપ અગીયારમી ભાવના જીવને કહે છે કે. જડચેતન વસ્તુઓ જેમાં રહેલી છે. તે લેક બે પગપાળા કરી કેડે હાથ દઈ ઉભેલા પુરૂષની આકૃતિ જેવા આકારનો છે.