________________
ર૭૦
- પહેલી ભાવનાનું નામ અનિત્યતા છે. તે જીવને વિશ્વના તમામ પદાર્થોની અનિત્યતા સમજાવી, કઈ પણ વસ્તુને એક સ્વરૂપે કાયમ ટકી રહેવાની ના પાડે છે.
બીજી અશરણુતા–આ ભાવના જીવને સમજાવે છે કે, વિશ્વના સર્વ જી પરાધીન છે. અશરણ છે. બીજાને બચાવ કરવાને અસમર્થ છે ધર્મ સિવાય બીજું કંઈ જીવનું રક્ષણ કરી શકતું નથી.
ત્રીજી સંસાર ભાવના. આ ભાવના કહે છે કે, કમને આધીન થઈને જીવે આ વિશ્વના રંગમંડપમાં વિવિધ વેશ ધારણ કરીને નાટકીઆની માફક નાચે છે. વારંવાર દેહે અને સંબંધો બદલાવે છે, ઘાણીમાં જોડેલા બળદની માફક સંસાર ચકમાં આંટા ફેરા માર્યા કરે છે.
ચેથી એકત્વ ભાવના, આ ભાવના જીવને સમજાવે છે કે જીવ એકલેજ જન્મે છે અને મારે છે. પોતાના કરેલાં શુભાશુભકર્મો દેવ લેકમાં કે નરકમાં જીવને એકલાને જ ભોગવવાં પડે છે. તેમાં કઈ ભાગ પડાવી કે લઈ શકતું નથી, માટે જીવે પિતાને જે સારું લાગે તેજ કરવું,
પાંચમી અન્યત્વે ભાવના જીવને એમ સમજાવે છે કે, તું દેહથી જુદો છે. તારો ધર્મ જ્ઞાતા દછા છે. જડનેધર્મ મળવું ને વિખરાવું છે. તું અરૂપી છે, જડવતુ રૂપવાળી છે. જેમાં શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ હોય તે જડ છે.