________________
સંસ્કાર મેગે આત્મા પિતાની જાગૃતિમાં ન હોય ત્યારે મહામહાદિ, ધર્મને પરાજય કરે છે તે પ્રસંગે તરતજ આત્મભાનમાં જાગૃત થતાં જીવવીર્યના પ્રબળ બળથી નવીન જીવનશક્તિ તેમના પરિવારમાં આવે છે, અને મહામહાદિને નાશી જવું પડે છે. મતલબ કે આત્મવીર્ય જ્યાં સુધી પ્રકાશી રહ્યું છે-કામ કરી રહ્યું છે ત્યાં સુધી ચારિત્રધર્મ અને તેને સર્વ પરિવાર નિર્ભય અને સુખી છે.
ચારિત્રધર્મ મહારાજા-રાજન ! આ ચારિત્રધર્મ રાજા અતિ સુંદર છે. લોકમાં પ્રસિદ્ધ છે, અનંત વીર્યવાન છે, અનંત ગુણવાન છે, જગતને હિત કરનાર છે, કેશ અને દંડ વડે સમૃદ્ધિવાન છે અને સર્વ ગુણોની ખાણ સનમાન છે.
ચારિત્ર એટલે વર્તન, અને વર્તનમાં આવેલ ધર્મ તે ચારિત્ર ધર્મ છે. ધર્મની વાતો ઘણું સાંભળી હેય પણ વર્તનમાં ન આવે ત્યાં સુધી તેનાં ફળે મળતાં નથી. આઠ. કર્મને સંગ્રહ સત્તામાં થયેલું છે તેને નાશ કરે-સત્તામાંથી તે સંગ્રહ ખાલી કરેનાબુદ કરે તે ચારિત્ર છે. આ પ્રમાણે કર્મને સંચયના જવા પછી આત્મનિર્મળ સ્વરૂપે–સ્વસ્વરૂપે પ્રકાશી રહે છે. એટલે આ ચારિત્રધર્મ અતિ સુંદર છે. આવા આત્માઓ લેકમાં પ્રસિદ્ધ હોય છે. તેમનામાં અનંત શક્તિ, અને અનંત સદ્ગુણ હોય તેમાં નવાઈ નથી. જગતને આ ધર્મજ હિતકારી થઈ શકે છે. તે આત્મધર્મ આત્માની સમૃદ્ધિ વડે પૂર્ણ હોવાથી સર્વ ગુણની ખાણ સમાન હોય છે.