________________
તે જીવવી સિંહાસન-ગુણધારણ ! આ વેદિકા ઉપર ચડ્યા પછી જીવનું વીર્ય–આત્માની શક્તિ વિશેષ કુરે છે. તેને અહીં જીવવીય સિંહાસન કહેવામાં આવે છે. કઈ પણ પ્રકારની સ્પૃહા-ઈચ્છા ન રહે તે સ્થિતિમાં વધારે વખત રહેતાં આત્માની શક્તિ એકદમ પ્રગટી નીકળે છે, કોઈ ઉત્તેજક શબ્દો સાંભળવાથી, કેઈએ મહત્વનું કાર્ય કર્યું હોય તેવા પ્રસંગો સાંભળવા કે જેવાથી, કોઈ નિરાધાર કે નબળા માણસને માર પડ્યાનું સાંભળવાથી જેમ મનુષ્યના મનમાં કોઈ અપૂર્વ લાગણી, અપૂર્વ ઉત્સાહ અને આવેશ પ્રગટી આવે છે, આ એક જાતનું જીવનું વીર્ય–ઉંડાણની આત્મશક્તિ છે. તે શક્તિ નિમિત્તોને લઈને વૃદ્ધિ પામે છે. તેમ હાનિ પણ પામે છે. આ પ્રમાણે ચિત્તની સમાધાન અવસ્થા અને વિષયનું નિઃસ્પૃહાપણું પ્રગટ થયા પછીથી જીવના વીર્યમાં અપૂર્વ વધારો થાય છે. આમ કઈ પણ પ્રકારે જેઓના મનમાં આત્માની શક્તિ કુરી રહે છે, તેઓ પરમ સુખી થાય છે. આવી સ્થિતિમાં જીવના પરિણામ ઉત્કૃષ્ટ ભાવવાળાં હોય છે. આવા સિંહાસન ઉપર તે પવિત્ર આત્મા ચારિત્રધર્મ બીરાજે છે. તે પ્રભુ જગના જીવોને પરમ બંધુ છે. નિષ્કારણ ઉપકારી છે.
એ ચાર મુખવાળે, તેજસ્વી દેહધારી રાજા, તેને ' ઉજવળ પરિવાર, તેનું વિશાળ રાજ્ય, તેની મહાન વિભૂતિ
તેનું પ્રકાશ કરતું ઉત્કટતેજ, એ સર્વમાં-સર્વની પ્રાપ્તિમાં - આ જીવવીય સિંહાસન જ મુખ્ય કારણ છે. આ સાત્વિકપુર