________________
૧૬૩
મંડપ છે. તે વિકલ્પેાની અનિત્યતા જાણીને, અસારતા સમજીને, દુઃખરૂપતા અનુભવીને કે ભાવી અકલ્યાણુ રૂપ સમજાયાથી તેના વિરાધી સારા વિચાર ખળ વડે તે વિકપેને મનમાંથી કાઢી નાખવા એ ચિત્તનું સમાધાન છે. આ સમાધાન કોઈના કહેવાથી કે કેાઈના કહેલા વિચાર પ્રમાણે કરવાથી ખરી શાંતિ મળતી નથી, પણ પેાતાના અંતર`ગ વિચારના ખળવડે તેની ખરેખરી દુ:ખમયતા સમજાયાથી જે ચિત્તનું સમાધાન થાય છે તે જીવના વીર્યથી આત્મશક્તિથી સમાધાન થયેલુ' ગણાય છે. આ સમાધાન મહાન્ સુખનું કારણ છે.
આ ચિત્તસમાધાન મંડપ, વિશ્વના અધુ તુલ્ય ચારિ ત્રધર્મ મહારાજાને બેસવા માટે વિધાતાએ-કમ પિરણામે અનાવેલા છે. “ ચિત્તની શાંતિ થતાં તેમાં ચારિત્રધમ ને લાયક પરિણામા પ્રગટ થાય છે એટલે જ કહેવામાં આવ્યું છે કે ક પરિણામની નિર્મળતાએ બનાવેલા આ સ્થાન ઉપર ચારિત્રધમ રાજા બેસે છે, ”
,,
જીવે જ્યાં સુધી આ ચિત્તસમાધાન મ`ડપને મેળવે નહિ ત્યાં સુધી આ ભવચક્રમાં આત્માના ખરા સુખના થોડા પણ ભાગ તેમને પ્રાપ્ત થતા નથી. અર્થાત્ ગમે તે ભાગે જીવાએ પેાતાના ચિત્તનું સમાધાન–સમપરિણામ-શાંતિ મેળવવી જ જોઈ એ, મેળવ્યા વિના આત્માના પ્રકાશ કઈ પણ વખત તે અનુભવી શકેજ નહિ.
નિસ્પૃહતાવેદિકા—રાજન્ ! એ ચિત્તસમાધાન