________________
મંડપની અંદર નિસ્પૃહતા નામની વેદિકા આવી રહેલી છે. પૌગલિક માયિક વસ્તુ ઉપરથી સુખની આસ્તા દૂર કરીને આત્મામાં જ સાચું સુખ છે એ નિશ્ચય ન થાય ત્યાં સુધી ચિત્તનું સમાધાન થયું ન કહેવાય. આવું ચિત્તનું સમાધાન થયાથી તેના હદયમાં વિશ્વની માયાની પૃહાઈચ્છા રહેતી નથી. આત્મા જ અનંત સુખ અને શક્તિનું ધામ છે, સાચું સુખ-સદાની શાંતિ તેમાંજ છે એ સમજાતાં જ વિશ્વના કોઈપણ માયિક સુખની ઈચ્છા ન રહે તે જ નિઃસ્પૃહતા નામની વેદિકા છે.” જે લેકે આ નિસ્પૃહતા નામની વેદિકાનું નિરંતર સ્મરણ કર્યા કરે , તેઓને સુંદર રૂપે, મધુર શબ્દો, સ્વાદિષ્ટ રસો વિગેરેના ભેગા આનંદ આપતાં નથી. તેમનું ચિત્ત તેમાં જતું નથી.
જેમનિઃસ્પૃહતા વધે છે-ઈચ્છાને ત્યાગ થાય છે, આત્માનું સમતલપણું બન્યું રહે છે, તેમ કમને સંચય નાશ પામે છે. અને તેથી ભવચક્રથી વિમુખ થઈ નિવૃત્તિનગરી સન્મુખ પ્રવૃત્તિ કરે છે.” જેઓના આ મનમાં નિઃસ્પૃહા વેદિક વસી રહી છે, તેઓને ખરેખર ધન્ય છે કે, જેઓને ઇન્દ્રો દેવો, રાજામહારાજાઓ, કે ધનાલ્યોનું પણ પ્રજન રહેતું નથી.
આ સુંદર વેદિકા શુદ્ધસ્વરૂપને પામેલા ચારિત્રધર્મ રાજાને જ બેસવા માટે વિધાતાએ–તેમના સત્કર્મો વડે બનાવી છે. આવા અધ્યવસાયેવાળા પવિત્રાત્માઓજ આ ભૂમિકાને પ્રાપ્ત થાય છે.