________________
૨૪૫
આશાના પાશમાં બંધાયેલે જીવ ધન મેળવવા માટે વિવિધ પ્રકારના ઉપાય અજમાવે છે છતાં પાપોદય તેના સર્વ મનોરથે જડમૂળથી ઉખેડી નાખી તેને બધા પ્રયત્નો નિષ્ફળ કરી મુકે છે. છતાં આ અજ્ઞાની પ્રાણી ધનપ્રાપ્તિના સત્ય કારણરૂપ પુદય છે તે સમજતો નથી, અને તેને માટે પ્રયત્ન પણ કરતું નથી. કુટુંબના પિષણ માટે ચિંતામાં પડી, ન કરવાનાં કાર્યો કરે છે, અને ધર્મથી વેગળે નાસે છે. લોકોમાં તેથી હલકાઈ પામે છે. ઘાસના તૃણથી તેની કિંમત હવે વધારે અંકાતી નથી. પારકું કામ કરવા છતાં પણ પેટ ભરાતું નથી. ભૂખથી દુર્બળ બની હાડપિંજર જેવા થઈ દુઃખમાં પીડિત રહી પ્રત્યક્ષ નારકીના દુઃખ ભેગવત હોય તેવી સ્થિતિમાં જીવન પસાર કરે છે. આ સર્વ પ્રતાપ પાપોદયની સાથે અંતરાય કર્મની મદદથી આવેલી દરિદ્રતાને છે. | દુર્ભગતા-૭. રાજન ! આ સાતમી પિશાચિનીનું નામ દુર્ભાગ્યતા છે. જેના ખરાબ કર્તવ્યથી નારાજ થઈ નામકર્મ નામના રાજાએ તેઓને તેને બદલે આપવા આ દુર્ભગતને ભવચક નગરમાં એકલી છે, દુર્ભાગતા આવવાનાં કારણે લોકો જુદાં બતાવે છે. જેમકે ખરાબરૂપ, ખરાબ સ્વભાવ, ખરાબ કર્મ ખરાબ વચન ઈત્યાદિ કારણે છે બીજાને અપ્રિય થાય છે, પતિ પત્નીને બનતું નથી, એટલે બાઈઓ તથા ભાઈએ દુર્ભાગી બને છે. પણ તાત્વિક દષ્ટિએ વિચાર કરતાં આતે નિમિત્ત કારણ છે. સર્વનું