________________
૨૫૯
આ જૈનપુર ગુણ અને વિશુદ્ધ પરિણામરૂપ સર્વ સુખના ઘરતુલ્ય છે.
જેનપુરના લોકે–રાજન ! જેનપુરના લેક નિવૃતિમાર્ગને સાધનારા છે. તેમાં પ્રવેશ થતાંજ ઉત્તમ નિર્મળ મનવાળા સાધુઓનાં દર્શન થાય છે. તેમણે પિતાના આત્મઅળથી મહામે હાદિને શક્તિ વિનાના બનાવી દીધાં છે. તે સર્વ જીના પરમબંધુ છે, વિશ્વની સ્ત્રીઓને માતા તુલ્ય માને છે, ધન ધાન્યાદિ બાહ્ય પરિગ્રહ અને કામ ક્રોધાદિ આંતર પરિગ્રહ તેમણે છોડી દીધા હોય છે. પિતાના શરીર ઉપર પણ તેમને મમત્વ હોતું નથી. કમળની માફક કર્મ અને ભેગથી નિલેપ રહે છે. સર્વ કિયાને સાક્ષીભાવે જુવે છે. સત્ય અને હિતકારી પ્રિય વચન તેઓ બોલે છે. તે પણ જરૂર પડતાં વિચાર કરીને ઘણું થોડું બોલે છે, શુદ્ધસ્વરૂપે પ્રગટ કરવું તે તેમનું નિશાન છે, શરીર ટકાવી રાખવા નિર્દોષ આહાર લે છે. તેમની બધી પ્રવૃતિ મહામહનાં નાશ માટે જ હોય છે. ચિત્તવૃત્તિ મહાટવી મહરાજાના સેવકથી ભરપુર હોય છે ત્યારે આ જૈનપુરીના મહાત્માએ પિતાને આત્મસ્વરૂપમાં સ્થિર થઈ જાય છે, તેમની આત્મસ્વરૂપમાં સ્થિરતા થતાંજ મહામહ અને તેને પરિવાર બધા મુઠીઓ વાળીને ત્યાંથી નાશી જાય છે અને કયાં ગયા તેની ખબર પણ પડતી નથી. તે પ્રસંગે પ્રમત્તતા મહાનદી અત્યંત સુકાઈ જાય છે. વિકસીત બેટ પુરાઈ જાય છે. ચિત્તવિક્ષેપ મંડપ