________________
૨૬૦
ભાંગી પડે છે, તૃષ્ણાવેદિક ઉખડી જાય છે. વિપર્યાસ નામના સિંહાસનના ચૂરેચૂરા થઈ જાય
છે. અવિદ્યા રૂપ મહામેહનું શરીર વિખરાઈ જાય છે. મહામોહ મરી જાય છે. મિથ્યાદર્શન નાશ પામે છે. રાગ કેશરી, ગજેન્દ્ર, મકરધ્વજ, વિષયાભિલાષ, તેની સ્ત્રી મૂઢતા, હાસ્ય, જુગુપ્સા, અરતિ, શાક, દુષ્ટાભિસબ્ધિ, તેનાં બાળકે, અને જ્ઞાનાવરણાદિ ત્રણ રાજાઓ કોણ જાણે કયાં નાસી જાય છે કે પત્તે જ લાગતો નથી. વેદનીયાદિ ચાર રાજાઓ તેમને અનુકૂળ થઈ રહે છે. આ પ્રમાણે મેહ રાજાનું ચતુરંગ બળ નાશ પામે છે, તેમની પ્રવૃત્તિ બંધ પડે છે.
ચિત્તવૃત્તિ અટવીમાં પહેલાં જે કાંઈ જોવામાં આવતું હતું અને જે સર્વ પ્રાણિઓને દુઃખદાયી હતુ તે સર્વ આ જૈનપુરમાં રહેલા મહાત્માઓને માટે નાશ પામેલું જ જણાય છે. સાધુઓ વડે કરતા ધ્યાનાદિથી ચિત્તવૃત્તિ સર્વ ઉપદ્રવ રહિત પ્રકાશિત થઈ રહે છે. •
આ જૈન સજજનો નિરંતર આનંદમાં રહેનારા છે, તેમને કેઈપણ પ્રકારની પીડા થતી નથી તે સર્વ આ. નગરનો પ્રભાવ છે. ત્યાંના બધા રહેવાસીઓ નિવૃત્તિ નગરીમાં જવાના દઢ નિશ્ચયવાળા છે. કોઈ ધીમું પ્રયાણ કરનારા હશે તે તેઓ વચમાં વિબુધાલયમાં દેવલોકમાં વિસામો લેવા રોકાય છે. બાકી ત્યાંથી પાછા પિતાનું પ્રયાણ શરૂ કરી છેવટે સદા શાંતિવાળી નિવૃત્તિમાં જાય છે. અહીંના