________________
જેવાને માટે દુર્લભ છે. તેને આનંદ અંત વિનાને છે. ભવચકમાં પર્યટન કરતાં કેઇક વખતજ સાત્વિકમાનસપુર પ્રાપ્ત થાય છે. તે પુરમાં સ્થિરતા કરીને આગળ ન વધતાં
ત્યાંથી જ કેટલાંક જીવે પાછા ભવચકપુર તરફ વળે છે. વિવેક પર્વતને તેઓ જોઈ શકતાં નથી. કેઈ તે પર્વતને દેખે છે તે તેના ઉપર ચડતા નથી. સાત્ત્વિકમાનસપુરમાં વારંવાર આવવા જવા પછી કઈકજ વખત વિવેક પર્વત જોઈ શકાય છે. પર્વત દેખ્યા છતાં તે ઉપર ન ચડતાં સ્વચ્છાચારી છે તે પિતાના દુશ્મન થઈ પર્વતથી દૂર રહી પાછા ભવચકમાં જાય છે, કેઈક વિવેક પર્વત પર આરૂઢ થાય છે, છતાં અપ્રમત્તતા શિખરને જોઈ શકતા નથી. દેખાવા છતાં તે અપ્રમત્તતા શિખર પર ચડતા નથી. કેઈ ભાગ્યશાળી જીવ જ શિખર પર આરૂઢ થાય છે. ત્યારે તેઓ ત્યાં રહેલા જૈનપુરને જોઈ શકે છે કેમકે જૈનપુરનાં દર્શન થાય તેવી સામગ્રી મળવી ઘણી દુર્લભ છે. “ચતુર્વિધ સંઘ અને દ્વાદશાંગીનું જ્ઞાન-જીનેશ્વર પ્રભુનાં વચનો એને જૈનપુર કહે છે. સાત્વિકવૃતિ થયા પછી તેમાં લાંબા વખત સ્થિરતા થાય ત્યાર પછી વિવેક જ્ઞાન પ્રગટે છે. વિવેકજ્ઞાન થવા પછી અપ્રમત દશા પ્રાપ્ત થાય છે. ઘણું જ સાત્ત્વિકવૃત્તિ એટલે માર્ગાનુસારીની પ્રવૃતિ સુધી આવી અટકી પડે છે. કેટલાંક ત્યાંથી વિકજ્ઞાન સુધી આવી અટકે છે. કેઈ ત્યાંથી પાછા પડે છે. કેઈજી અપ્રમત્તતાના શિખર ઉપર આરૂઢ થાય છે. ત્યારે જ તે વસ્તુતત્વના ખરા ભાનને પ્રાપ્ત કરીને ઉત્તમ. વર્તનરૂપ જૈનસપુરમાં પ્રવેશ કરી શકે છે. ”