________________
૨૫૬
ઉપર જ્યારે આરૂઢ થાય છે ત્યારે વિવિધ દુઓને ત્યાગ કરીને મહાન આનંદના ભાગી થાય છે.
વિવેક પ્રગટ થતાં કર્મો સારાં કરાય છે તેથી દુઃખ થતું નથી અને આનંદ પ્રગટે છે.”
આ નિર્મળ અને ઊંચા પર્વત ઉપર રહેનારા જીવને હથેળીમાં રહેલી વસ્તુની માફક ભવચક દેખાઈ આવે છે. તે પછી તેઓ વિવિધ દુઃખથી ભરેલા ભવચકને દેખતાં જ તેનાથી વિરક્ત અને વિવેકગિરિ તરફ પ્રેમ બંધાતાં ભવચકથી વિરક્ત થાય છે, કેમકે તાવિક રીતે આ ગિરિ ખરેખરા સુખનું કારણ છે, એમ તેને નિશ્ચય થાય છે.
“સત્યાસત્ય નિશ્ચય થતાં ભવચકનું ખરૂં સ્વરૂપ તે જીવ સમજી શકે છે. આત્મા તરફ પ્રેમ બંધાતાં ભવનાં દુખેથી વિરક્ત થવાય તે સ્વાભાવિક છે.”
ભવચકમાં રહેવા છતાં પણ આ વિવેકગિરિના મહામ્યથી મનુષ્ય નિરંતર સુખી થાય છે. “સત્યના ભાનવાળા છે સંસારમાં રહેવા છતાં નિર્લેપ રહી શાંતિ અનુભવી શકે છે.”
અપ્રમત્તતા શિખર–રાજન ! વિવેક પર્વતનું આ અપ્રમતતા શિખર છે. “ધનધાન્યાદિ, શરીર અને કર્મ એ સર્વથી હું જુદું છું. આવી ભેદ બુદ્ધિ તે વિવેકજ્ઞાન છે. વિવેક દષ્ટિ થવાથી ક્રોધાદિ કષાયની નિવૃત્તિ થાય છે. આ દેનું એાછા થવાપણું અને આત્મભાનમાં જાગૃત