________________
૨૪
સ્વાદમાં મરચાં કે પીપરના જેવી તીખી છે. ગંધમાં પ્રથમના કરતાં ઓછી દુર્ગધતાવાળી છે અને સ્પર્શમાં ઠંડા અને રૂક્ષસ્પર્શની છે.
ત્રીજી કાપત લેશ્યા રંગે પારેવાના જેવા ધુંસરા. –મલિન રંગવાળી છે. તેને સ્વાદ કાચાં આમળાની માફક તુરાષવાળે છે. ગંધ બીજી કરતાં ઓછી દુર્ગધીવાળે હાય છે. સ્પર્શમાં પણ ઓછો શીત અને ઓછો લુખ હોય છે. ૩.
ચોથી તેજે લેશ્યાને રંગ, સંધ્યા સમયે થતાં લાલ વાદળાના રંગ જેવો લાલ છે. તેને સ્વાદ કેરીના રસ જે છે. ગંધમાં સુગંધી પદાર્થ જેવો તેને ગંધ છે. સ્પર્શ ગરમ અને કોમળ હોય છે. આ વેશ્યા ચારિત્રધર્મના સૈન્યને મદદ કરનારી છે. પાછળની ત્રણે લેશ્યાઓ આત્માની આડે પડદારૂપે તે છે, છતાં તે પડદાઓ કમે કમે પારદર્શક જેવા નિર્મળ થતા જાય છે, તેથી આત્માના શુદ્ધ સ્વરૂપને સર્વથા દબાવી શક્તા નથી. ૪.
પાંચમી વેશ્યાનું નામ પદ્યલેશ્યા છે. આ તેના કરતાં બધી વાતે ચડીયાતિ છે.–સારી છે. આને વર્ણ સોનાના જે પીળાશ ઉપર છે. તેને સ્વાદ ખજુર કે દ્રાક્ષના જેવી હોય છે, તેને ગંધ વિશેષ સુંગધીવાળો હોય છે, તેને સ્પર્શ સાધારણ ગરમ અને સ્નિગ્ધ છે. પ.
છઠ્ઠી વેશ્યાનું નામ શુકલ લેશ્યા છે. આ વેશ્યા સર્વથી ઉત્તમોત્તમ છે. તેને વર્ણ ચંદ્ર જેવો દૂધ જેવો