________________
૨૪૮ છે. પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. આ ચાર પ્રકારે આત્મા ઉપર કર્મનું બંધન થાય છે તેમાં પ્રદેશ બંધન રૂપે આ બાઈઓ આત્માને બાંધવા માટે નિત્ય પ્રયત્ન કરી રહેલીઓ છે. આત્મા સફટિક રત્નની માફક સ્વભાવે નિર્મળ છે, છતાં ફટિક જેમ બીજા લાલ, પીળા, કાળાદિ પદાર્થોના સંબંધમાં આવતાં–તે પદાર્થોની પ્રભા સ્ફટિક પર પડતાં, નિર્મળ છતાં લાલ, પીલા, કાળારૂપે સફટિક બહાર દેખાવ આપે છે, તેમ નિર્મળ આત્માની પાસે, મનનાં વચનનાં અને શરીરનાં સક્રિય શુભાશુભ પ્રવૃત્તિવાળાં, તથા પૂર્વના અનુભવોની સ્મૃતિવાળાં પુદ્ગલ દ્રવ્ય આવવાથી, સ્ફટિકની માફક આત્મામાં એક જાતનું પરિણામ ઉત્પન્ન થાય છે, જે પરિણામો વડે આત્મા કર્મની સાથે જોડાય છે, તે પરિણામ એજ લેસ્થાનું સ્વરૂપ છે.
આ પરિણામો આત્માને વિવિધ રંગ–વિવિધ સ્વરૂપે ધારણ કરાવે છે. પ્રથમની કૃષ્ણલેશ્યાને રંગ કાળે મેઘ કે અંજન સરખે છે. આવાં દ્રવ્યોની સમીપતાથી આત્મા પિતાના સ્વરૂપમાં રૌદ્રધ્યાનનાં પરિણામે ઉત્પન્ન કરે છે. લોકો તેને લઈને રૌદ્રધ્યાની, નરકે જવાની તૈયારી કરનારા, મહાપાપી, કૂર કમી, ઈત્યાદિ નામથી ઓળખે છે. આ કૃષ્ણાને રસ લીમડાના રસથી પણ વધારે કડવી છે. તેને ગંધ સડી ગયેલાં મડદાંઓથી પણ વિશેષ દુર્ગધતાવાળે છે. તેને સ્પર્શ અતિ ઠંડે અને લખે છે.
બીજી નીલેશ્યા રંગે મેરની ડેકના રંગ જેવી છે.