________________
૨૫૨
પ્રથમની ત્રણ લેશ્યા મહાહના સૈન્ય સંબંધી છે. પાછળની ત્રણ લેશ્યા ચારિત્રધર્મના સૈન્ય સાથે સંબંધ ધરાવનારી છે.
મહારાજા ગુણધારણ! આ પ્રમાણે જરા વિસ્તારથી તમને મેં કર્મપરિણામ અને તેનું કુટુંબ, મહામહ અને તેને પરિવાર, તેના સામંત રાજાઓ, તેના અંતરંગ શહેરે, તેને બહાર પ્રગટ થવાના સ્થાન રૂપ ભવચક નગરના ચાર વિભાગો અને જીવોને દુઃખ દેનારી સાત રાક્ષસીઓ તથા લેશ્યાઓ વિગેરેની હકીકત કહી સંભળાવી તે તમારા દયાનમાં બરાબર આવી જ હશે?
ગુણધારણે મસ્તક નમાવીને જણાવ્યું કે પ્રભુ! મારા પર આજે મેટે અનુગ્રહ કર્યો છે. જ્ઞાની અનુભવી ગુરુ સિવાય આ બેધ કેણ આપે? આ અંતરંગ લેકેને દુશ્મનને જાણ્યા વિના મનુષ્યને પુરૂષાર્થ શું કામ આવે? પ્રભુ! મારા પર આજે મહાન ઉપકાર આપે કર્યો છે. નાથ ! હવે ચારિત્રધર્મ રાજા અને તેના પરિવારાદિની હકીકત આપ આગળ સંભળાવવા કૃપા કરો. આત્માને હિતકારી તે તેજ કુટુંબ છે. તે સાંભળવાની મારી તીવ્ર ઈચ્છા છે.
આચાર્યશ્રીએ જણાવ્યું કે રાજન! તમારી ઈચ્છા પાર પડશે જ. સાવધાન થઈને તમે બધા સાંભળે.