________________
૨૪૨
અમ જ છે સ્થાનમાં વચન
વાતાવરણ ઝેરી બનાવે છે, મનમાં વચનમાં અને વર્તનમાં વિપરિતતા કરે છે, સ્વાર્થ ખાતર વિવિધ વર્તન કરે છે. આમ દુજનતા નામની ચેથી રાક્ષસી વિશ્વના જીવોને ભવચક્રમાં વિવિધ પ્રકારે હેરાન કરે છે.
કુરૂપતા-પ. ગુણધારણ! નામકર્મનામના પાંચમા રાજાએ ભવચકપુરમાં મોકલેલી આ કુરૂપતા નામની રાક્ષસી છે. આ કુરૂપતાની ઉત્પત્તિ માટે જીવો બહારનાં અનેક કારણે બતાવે છે, જેમકે અનિયમિત ખરાક, ખરાબ હવાપાણી, અતિશત તથા ઉષ્ણ પ્રદેશમાં વિચરવું, એ કારણોને લીધે શરીરમાં કફને પ્રક્ષેપ થતાં પરિણામે કદરૂપાપણું પ્રાપ્ત થાય છે. પણ આ સર્વ નિમિત્ત કારણો છે. તાત્વિક રીતે વિચાર કરતાં આમાં નામકર્મ રાજાની પ્રેરણાજ મુખ્ય કારણ છે. તે મનુષ્યના શરીરમાં પ્રવેશ કરે છે ત્યારથી જીવેનું શરીર આંખને ઉગ લાગે તેવુંબને છે. લુલાં, લંગડાં, ઠીંગણ, આંધળાં, ખોડવાળાં, નબળાં કુબડાં, વામણું, લાંબા, ટુંકા આ સર્વ કુરૂપતાને પરિવાર છે, અને જેને તે તે જાતની સ્થિતિમાં લાવી મુકે છે.
નામકર્મ રાજાને સુરૂપતા નામની બીજી દાસી છે, તેને તેણે ભવચકપુરમાં ત્યાંના જીવોને સુખી કરવા માટે મેકલી છે. આ સુરૂપતાની ઉત્પત્તિ માટે લોકે બહારનાં અનેક કારણે માને છે, પણ ખરી રીતે તેનું મૂળ કારણ નામકર્મની શુભ પ્રકૃતિ જ છે. તેને જોતાં મનુષ્યનાં મન કરી જાય છે. પ્રસન્નતા અનુભવે છે. તેઓનાં ગળાકાર મુખ