________________
૨૪૧
પરના મર્મ ઉઘાડવા ધૃષ્ટતા, અને પરને પીડા ઈત્યાદિમાં પ્રવૃત્તિ કરાવે છે. આ બધે દુર્જનતાને પરિવાર છે. આ બધા જીવને વળગી પડી તેની પાસે આવી પ્રવૃત્તિ કરાવે છે. કર્મ પરિણામ રાજાને સદ્ગુણી પદય નામને બીજે સેનાપતિ છે, તેણે વિશ્વના ને શાંતિ પમાડવા સજજનતા નામના પોતાનાં માણસને મોકલેલે છે, તે પોતાની સાથે મહાન શક્તિ, ગંભીરતા, વિનય, નમ્રતા, સ્થિરતા, મધુરવચન, પરોપકાર, ઉદારતા, દાક્ષિણ્યતા, કૃતજ્ઞતા, સરલતા વગેરે પરિવારને લાવીને મનુષ્યના શરીરમાં પ્રવેશ કરીને તેમને સુંદર બનાવે છે. તેને લઈને તે જીવો ધર્મિષ્ટ બને છે. ધર્મ તથા લેકોની મર્યાદા પાળે છે. આચાર વિચાર સારા કરે છે. અને અન્ય મિત્રતા ધરાવે છે, વિશ્વાસુ થઈ નીતિમય જીવન ગુજારે છે, વ્રત, તપ, જપ, જ્ઞાન, ધ્યાન, સંયમ આદિમાં પ્રવૃત્તિ કરે છે, આ પ્રમાણે તે સૌજન્ય જી પાસે સારાં કાર્ય કરાવે છે, છતાં આ ખલતાને તે સૌજન્ય સાથે વેર હોવાથી સૌજન્યતાને નાશ કરીને તેને સ્થાને પોતે રહે છે. આ અમૃતસમાન સુજનતાના જવાથી કાળકુટ વિષ જેવી આ દુર્જનતાપિશાચિની તે જીવને પોતાના કબજામાં લઈને તેની પાસે કપટ કરાવે છે બીજાને ઠગાવે છે, જીવ પણ તેને આધીન થઈને દ્વેષ કરે છે, સ્નેહને . ત્યાગ કરે છે, લુચ્ચાઈ કરે છે, સાર કાર્ય ત્યાગે છે, આપસમાં લડે છે, કુટુંબીઓને પણ વધ કરે છે. બીજાનાં છિદ્રો ઉઘાડાં પાડે છે, અન્યને ઉદ્વેગનું કારણ થાય છે, આ. વિ. ૧૬