________________
૨૩૮
આ પ્રમાણે ભવચકના નિરોગીતાને નાશ કરીને આ -રૂજા રાક્ષસી જીવને અનેક પ્રકારે પીડા કરે છે.
મૃતિ–૩ રાજન ! આ ત્રીજી રાક્ષસીનું નામ કૃતિ –મરણ છે, તેણે આખા ભવચકને પિતાના પગ તળે કચરી નાંખ્યું છે. એ કેઈ દેહધારી જીવ નથી કે તેના ઉપર આ મરણનું જોર ચાલતું ન હોય ! આયુષ્યકર્મ રાજાના આયુષ્યક્ષય નામના સુભટે તેને વિશ્વમાં મોકલાવેલ છે. આશય એ છે કે આયુષ્ય ક્ષયથી બધા જીવો મરણને શરણ થાય છે કે દેહથી જુદા પડે છે.
લેકે કહે છે કે ઝેર ખાવાથી, શસ્ત્રના ઘાથી, અગ્નિથી, પાણીમાં ડુબવાથી, પર્વતપરથી પડવાથી, ભય, વ્યાધિથી તૃષાથી, ઠંડીથી, ગરમીથી, પરિશ્રમથી, સર્પદંશથી, અપચાથી, વહાલાના વિયેગથી પછડાવાથી અને શ્વાસોશ્વાસ રેકાઈ જવાથી અમુક મરણ પામે. પણ આ બધાં નિમિત્ત કારણો છે તેનું ઉપાદાન-મૂલતાત્વિક કારણ તે આયુષ્યનો ક્ષયજ છે અને તેજ આવાં નિમિત્તે મેળવી આપે છે.
આ મૃતિ આવતાં વેંત જ શ્વાસ અટકાવી દે છે, બલવાનું બંધ કરે છે. શરીરની ચેષ્ટાઓ શાંત કરે છે. લેહીનું ફરવું બંધ પાડે છે. મુખ અને શરીરમાં વિકૃતિ પિદા કરી લાકડા જેવું બનાવી દે છે. વધારે વખત શરીર પડયું રહે છે તેમાં દુર્ગધ ઉત્પન્ન કરે છે. આમ મૃતિ જીવને આ દેહ માટે તે લાંબી નિદ્રામાં સુવાડી દે છે.