________________
૨૩૭
બતાવે છે. છતાં તે બધાં નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ: અશાતા વેદનીયના ઉય છે તે બાહ્ય કારણને પ્રેરણા કરે. છે અને રાગ પ્રગટે છે. યોગીની માફક વ્યાધિ પરકાય . પ્રવેશ ઝડપથી કરી શકે છે. પછી શરીરની તંદુરસ્તી અને . સ્વસ્થતાને નાશ કરે છે. વાત, અતિસાર, કાઢ, હરસ, પરમીએ! ખરેાલ, પિત્તપ્રકૈાપ, સંગ્રહણી, શૂળ, હેડકી, શ્વાસ, ક્ષય, વાઇ, વાને ગેળા, હૃદય રોગ, કોઢ, અરૂચિ, ભગંદર કંઠમાળ, જલેાદર, સંનિપાત, આંખ માથા અનેકના રાગ-વિગેરે ઉત્પન્ન થાય છે. આ બધા રૂજા–વ્યાધિને પિરવાર છે. આના ઉપર વિજય મેળવવા હવે મુશ્કેલ થઈ પડે છે.
શાતાવેદનીયના સુખના અનુભવ કરતાં શરીરના સુંદર વણુ, મહાન બળ, સૌંદર્યતા, ઉત્તમ બુદ્ધિ, પ્રમળ ધીરજ, સ્મરણ શક્તિ, દરેક કાર્ય માં પ્રવીણતા ઈત્યાદિના જીવ અનુભવ કરે છે. તે સર્વાંના આ રાગ ક્ષણમાત્રમાં નાશ કરી દઈ શરીરમાં પીડા ઉત્પન્ન કરે છે. આ વ્યાધિ રાક્ષસી વળગતાં જ જીવા ચીસો પાડે છે. દીન સ્તરે રડે છે, ઉડા નિશાસા નાખે છે, વિષ્ણુળ થઈ ખરાડા પાડે છે, જમીન. પર આળોટે છે, અચેતનની માફક પથારીમાં પડયે રહે છે. આ માંદગીના પ્રસંગે જીવ દીલગીર થાય છે,. ગભરાય છે, કેાઈ રક્ષણ કરનાર ન હેાવાથી ટ્વીન અને છે.. અને કેટલાક જીવા તે જીવતાં અહીજ નારકીના જેવી. વેદના અનુભવે છે.