________________
૩૫
.
કર્મપરિણુમાદિની ચૂકેલીરાક્ષસીઓ-રાજન !' આ મનુષ્ય જીવન અનેક વિપત્તિઓથી ઘેરાયેલું જ રહે છે. તેમાં જરા, રોગ, મરણ, ખલતા, કુરૂપતા, દરિદ્રતા અને દુર્ભાગીતાદિ સાત રાક્ષસીઓ કર્મપરિણામાદિતરફથી મોકલાયેલીએ જીવોને નિરંતર વારાફરતી આંતરે આંતરે ઉપદ્રવ કર્યા કરે છે, આ શક્તિઓ વિશ્વના સર્વ પ્રાણિઓ ઉપર થડે કે વિશેષ ભાગે કામ કરી રહેલી છે, જે તેના નામથી ધ્રુજી ઉઠે છે અને તેના ભયંકર દેખાવથી કંપી ઉઠે છે.
જરા–૧. કર્મ પરિણામ રાજાની કાળપરિણતી રાણી. તરફથી આ જરા રાક્ષસીને વિશ્વમાં મેકલવામાં આવે છે. કર્મનાં પરિણામે તેની કાળની સ્થિતિને આધીન હોવાથી કાળ આવી પહોંચતાં વૃદ્ધાવસ્થા પ્રગટ થાય છે. એના આવવાથી શરીરમાંથી રૂ૫, વર્ણ, લાવણ્યતા અને બળ. ઘટી જાય છે. મગજ નબળું પડે છે. શરીરમાં કરચલીઓ પડે છે. વાળ ધોળા થાય છે, કે ઉડી જાય છે, કેડ અને છાતી વાંકી વળી જાય છે. અવય શિથિલ થાય છે. અને ધ્રુજવા માંડે છે. શેક, મેડ રાંકતા, ચાલવાની અશક્તિ, દાંતનું પડવું, ઇન્દ્રિયની મંદગતિ. અને સાંધાદિનું અટકી જવા કે રહી જવાપણું આ સર્વ વૃદ્ધાવસ્થાને પરિવાર છે. વૃદ્ધાવસ્થા પિતાના આ પરિવારને સાથે લઈને આવી પહોંચે છે. જીવન શક્તિની મંદતા થતાં વાતપિત્ત કફનું જોર વધે છે. જઠરા મંદ પડે છે. આ જરા મનુષ્ય જીવનના કટ્ટા દુશમનની ગરજ સારે છે. યુવાવસ્થામાં જે બળ, શક્તિ, સુંદરતા, હાસ્ય