________________
સમજનારા છે, જેને સત્ય સુખનું ભાન નથી, તેવા જીવને જ અહીંની સ્થિતિ સારી લાગે છે. જ્યાં મહામહ પિતાના પરિવાર સાથે રાજ્ય કરતો હોય ત્યાં સાચા સુખની ગંધ પણ કયાંથી હોય?
પશુ સંસ્થાન-૩ રાજન ! મહામહને વિકાસ કરવાનું ત્રીજું નગર તે પશુ સંસ્થાન નામનું છે. આમાં એકેન્દ્રિય વાળા થી લઈને પાંચ ઈન્દ્રિયવાળાં બધાં પશુ, પક્ષી અને જળમાં ચાલનાર ને સમાવેશ થાય છે. આ જીવો ઘણી વખત ભૂખથી પીડાય છે. તૃષાથી ટળવળે છે. સંતાપ વેદના, તાપ, શાક, ભય, ઈત્યાદિથી વારંવાર હેરાન થાય છે, મેટા જે નાના જીનું ભક્ષણ કરી જાય છે. આપસમાં મારા મારી કરે છે. પરાધીન જીવન ગુજારે છે. આ સ્થાનમાં રહેલા હંમેશાં દુઃખમાં ડૂખ્યા રહે છે. મહામહાદિ અંતરંગ રાજાઓ તેમને પિતાના તાબામાં રાખી ઈચ્છાનુસાર નચાવે છે, તેને લઈને તે જીવો ગરીબ અનાથ જેવા લાગે છે, તેમને ખરે આશ્રય કે સાચું શરણ કેઈ આપતું નથી. તેમનામાં ધર્મ કે અધર્મને, ફરજ કે જવાબદારીને, ક્તવ્ય કે અકર્તવ્યને જરા પણ વિવેક નથી. તે સર્વ પશુઓની જીંદગી માટે ભાગે કેવળ કલેશમય છે. આ લોકોની અનેક જાતિઓ છે છતાં અજ્ઞાનતાની બાબતમાં લગભગ બધા જ પ્રાયે સરખા છે. અહીં જ્ઞાનાવરણ, દર્શનાવરણુ, તથા મહામહાદિનું સામ્રાજ્ય વ્યાપી રહેલું છે.
પાપીપિંજર-૪ રાજન ! મહાન પાપી છે તેના