________________
૨૩ર નૃત્ય, વાજી અને ગાયનેનો આનંદ ત્યાંના લેકે માણી રહેલા છે. બધા દેવદેવીઓ સુખમાં મગ્ન હોય તેવાં જણાય છે. ચંદ્ર સૂર્યના તેજને શરમાવે તેવાં તેમનાં દિવ્ય સ્વરૂપો છે. મુગટ, હાર, બાજુબંધ, કુંડલ આદિથી દેહના અવયની શેભામાં વધારો દેખાય છે. ન કરમાય તેવી ગળામાં કલ્પ વૃક્ષના પુછપની માળાઓ હોય છે. વધારે શું કહીએ ! માયાવી આનંદના સમુદ્રમાં કલ્લોલ કરતા દેવ દેવીઓ પિતાનું જીવન પસાર કરે છે. કર્મ પરિણામ રાજાએ સાતા વેદનીય નામના રાજાને આ પ્રદેશ ભગવટા માટે આપેલ વિબુધાલયને ખરો અંતરંગ નાયક તે આ શાતા વેદનીય જ છે અને તેના પ્રતાપથી આ નગરની પ્રજા સુખી જણાય છે, છતાં મહામહની આજ્ઞા અહીં પણ દરેક દેવદેવીઓ ઉપર ચાલે છે. આવા સુખમાં મગ્ન થયેલા દેવદેવીઓને પણ મહામેહનાં માણસો અહીં આવીને પરસ્પર ઈર્ષા, સ્પર્ધા, શેક, ભય, ક્રોધ, લેભ, મેહ, મદ, ભ્રમ વિગેરે ઉત્પન્ન કરાવીને બહુ હેરાન કરે છે. અવસર મળતાં જ તે પિતાની શક્તિ અજમાવે છે. એ ઉપરથી સમજાય છે કે આ નગરમાં પણ મહામહાદિ અંતરંગ રાજાઓનું પુરેપુરું એર ચાલે છે.
આમ હેવાથી વિબુધાલયમાં પણ સાચું સુખ તે નથી જ. કેવળ મનની માન્યતાનું માની લીધેલું સુખ છે. પરિણામે તે દુઃખ જ આપનાર છે. વિષય સુખમાં જેઓ સુખનું સર્વસ્વ માનનારા છે, વિષયે જ જીવનનું સાધ્ય છે એમ