________________
૨૧૦
- મકરધ્વજ–રાજન ! આ મકરધ્વજ એક રાજા જે છે. તેની પાસે ત્રણ માણસો છે. મકરધ્વજને રંગ લાલ છે. આંખો ચપળ છે, તેના શરીર ઉપર વિલાસના ચિન્હો પ્રગટ દેખાય છે. પીઠ ઉપર બાણ રાખવાને ભાથે બાંધેલ છે. હાથમાં ધનુષ્ય છે. પાસે પાંચ બાણ છે. વિલાસવાળી અને લાવતાથી ભરપુર સુંદર સ્ત્રી, મધુર ગાયન કરતી વિદ કરાવી રહી છે. તે આલિંગન અને ચુંબન કરવાની લાલસાવાળે છે. આ મકરવજ બહુ પરાક્રમી છે, તેના જેવો કાર્ય કરનાર વિશ્વમાં ભાગ્યે જ બીજે મળી શકે તેમ છે; આ મકરધ્વજે દેવે અને મનુષ્યની વચમાં પાર્વતીના લગ્ન પ્રસંગે બ્રહ્મા જેવા સમર્થ આત્માને બે આબરૂ બનાવ્યા હતા. ઈન્દ્રનું ઈન્દ્રાસન લેવા તપ કરતા બ્રહ્માને તપથી ભ્રષ્ટ કરવા ઈ મેનકાને મોકલી હતી, તેના રૂપ અને ગાયનમાં મકરવજે બ્રહ્માને મેહીત કરી દીધા. મેનકાએ જુદી જુદી દિશાઓમાં રહી ગાયન અને નૃત્ય કરવા માંડ્યું. તેને જોવા માટે બ્રહ્માએ જુદાં જુદાં મસ્તકે બનાવ્યાં, છેવટે મેનકાએ આકાશમાં અદ્ધર રહી ગાયન કરવા અને નૃત્ય કરવા માંડ્યું, તે જોવાને બ્રહ્માએ ઉપર પાંચમું મુખ બનાવ્યું. આ પ્રમાણે બ્રહ્મા જેવા વૃદ્ધ તપસ્વીની પણ મકરધ્વજે વિડંબના કરી હતી શ્રી કૃષ્ણ પાસે ગેપીઓના વસ્ત્રો ચોરાવવાનું કામ કરાવનાર પણ આ દેખીતે મીઠે મકરવજજ છે. પાર્વતીજીના વિરહ શિવજીને પણ મુશ્કેલી ઉભી કરનાર આજ છે. આ સિવાય દેવ, દાન અને ઋષિ મુનિઓને તેણે વશ કરી નોકર જેવા બનાવ્યા છે. મકરધ્વજ પાસે એવા બળ