________________
૨૨
કર્તવ્ય કરવાં તેજ તેનું નિશાન છે. સારા માણસને તે દુશ્મન છે. નીતિના માર્ગને લેપ કરનાર છે. લુચ્ચાઈ લંપટતા આદિ ચેરેને આશ્રય આપનાર છે. શાંતિ પવિત્રતા, સત્યતા ઈત્યાદિ પુરૂષને તે મૂળથી ઉખેડી નાખે છે. અનેક વર્ષો સુધી ધર્મધ્યાનાદિ કરીને જીવોએ જે શુભ પરિણામ ઉત્પન્ન કર્યા હોય તેને એક ક્ષણવારમાં બાળીને ભસ્મ કરી દે છે. ચિત્તવૃત્તિમાં આ દુષ્ટાભિસન્ધિ પ્રવેશ કરે છે ત્યારે લેકના શુભ પરિણામ સારી નીતિ અને ધર્મ વિગેરે એકદમ ત્યાંથી નાશી જાય છે.
આ સુભટને નિષ્કરૂણતા નામની સ્ત્રી છે. પરની પીડા ન જાણનારી, પાપના રસ્તામાં કુશળ, દુષ્ટ લેકે ઉપર પ્રેમ રાખનારી પિતાના પતિ ઉપર આસક્ત રહેનારી આ સ્ત્રી છે. દુષ્ટાભિસન્ધિ જીવોને વિવિધ કદર્થનાઓ ઉપજાવે છે ત્યારે આ સ્ત્રી તે પીડા પામતા જીને દેખીને દયા લાવવા ને બદલે હસે છે. આંખો ફોડવી, નાક કાન કાપવા, ચામડી ઉતારવી, મસ્તકાદિ છેદવાં, મારવા, પીટવા ઈત્યાદિ પાપનાં કાર્યો આ સ્ત્રીની આજ્ઞાથી જીવો કરે છે. રૌદ્રચિનગરના લેકે ઉપર તે સ્ત્રીને ઘણે પ્રેમ છે. દુષ્ટાભિસન્ધિની પાસેથી જરા પણ તે દૂર થતી નથી, કેમકે દુષ્ટ વિચારમાંથી નિકરૂણતા પ્રગટે છે. અથવા નિષ્કરૂણતામાંથી દુષ્ટ વિચારે પ્રગટે છે. એટલે બને એકમેક છે. જુદાં પડતાં નથી. - હિંસાપુત્રી–રાજન ! આ નિષ્કરૂણાને હિંસા નામની