________________
૨૨૧
પિતાને મળતા સ્વભાવના અને મદદગાર માણસની સાથે. ફર્યા કરે છે. બીજાને મળતા નથી. કેઈની હિતકારી વાત સાંભળતા નથી.
એ વિશાળ બુદ્ધિવાળે પ્રધાન એકલેજ રાગકેશરીનું રાજ્ય સંભાળે છે. જેની પંડિતાઈ, વ્રતની દ્રઢતા, અને લાજ શરમ વિગેરે આ વિષયાભિલાષની નજરે પડ્યા નથી ત્યાં સુધી જ ટકી રહે છે. આ રાગકેશરીની આજ્ઞા માનનાર લોકમાં જે માટે વધારે દેખાય છે તે આ મંત્રી અને તેના પાંચ ઇન્દ્રિય રૂપી બાળકને જ પ્રભાવ છે, પરિણામે તે છે તેની આજ્ઞા માનીને તેના કહેવા પ્રમાણે વર્તન કરીને દુઃખી થાય છે. વિષયાભિલાષ નીતિમાં પ્રવીણ છે, સતત પુરુષાર્થ કરનારે છે, બીજાના મનને ભેદવામાં હોંશિયાર છે. આ મંત્રી છે ત્યાં સુધી જ તે રાજાનું રાજ્ય છે. મંત્રીના મરણ પછી રાગકેશરીનું રાજ્ય સદાને માટે. અસ્ત પામે છે.
આ પ્રધાનને ભેગતૃષ્ણ નામની ચળકતાસ્નિગ્ધનેત્રવાળી સ્ત્રી છે. તેને બધે સ્વભાવ તેના પતિને અનુસરત જ છે. ચારિત્ર ધર્મરાજ અને મહામેહના યુદ્ધ પ્રસંગે આ પતિ પત્ની મહાહના સૈન્યને ઘણી મદદ કરે છે.
દુષ્ટાભિસધિ-રાજન્ ! આ દુષ્ટાભિસંધિને રૌદ્રચિત્તનગરના રક્ષક તરીકે મૂકવામાં આવેલ છે. તે એક મહામોહ રાજાના સૈન્યને બહાદુર લડે છે. દુષ્ટતાવાળાં