________________
૧૧
વાન નેકરો પણ છે કે તેના બળથી મકરધ્વજની આજ્ઞા ઉલ્લંઘવાને કોઈ પણ ભાગ્યે જ સમર્થ થાય છે.
મકરધ્વજના ત્રણ માણસ-મહારાજા? એ મકરધ્વજની પાસે ત્રણ માણસો છે, એ ત્રણમાંથી પ્રથમનું નામ પુવેદ છે. તે ઘણી મોટી પ્રસિદ્ધિ પામેલ છે. એના બળથી બહિરંગનગરમાં-ભૂમિ ઉપર રહેલા છે પરસ્ત્રીમાં આસક્ત થાય છે અને પિતાના કુળને કલંક લગાડે છે. તેના પ્રતાપથી પુરૂષોમાં કામવિકાર ઉત્પન્ન થઈ સ્ત્રીઓની અભિલાષા થાય છે તેને પુરૂષ વેદ કહે છે. આ પુરૂષવેદ, પુરૂષોને પામર-રાંક બનાવીને નચાવે છે.
બીજા માણસનું નામ સ્ત્રીવેદ છે. જેના બળથી સ્ત્રીઓને પુરૂષ સાથે સંબંધ જોડવાની પ્રબળ ઈચ્છા થાય છે. તેનામાં પુરૂષોને આકર્ષણ કરવાની અજાયબ પમાડે તેવી શક્તિ રહેલી છે. તે તેજસ્વી છે. નામ અબળા છતાં ભલા ભલા બળવાનને હંફાવે છે, તેને તીવ્ર ઉદયને લીધે સ્ત્રીઓ લાજ મર્યાદા મૂકીને પરપુરૂષોમાં પણ આસક્ત થાય છે.
ત્રીજા માણસનું નામ નપુંસદ છે. તે પણ પિતાના બળથી બહિરંગ લોકેને ત્રાસ પમાડે છે. તેના તીવ્રઉદયથી જીવને પુરૂષ તથા સ્ત્રી બન્નેની કામના પ્રગટે છે. લોકોમાં તેને લીધે જ નિંદાપાત્ર બને છે. આ ત્રણે મનુ
ને આગળ કરીને મકરધ્વજ અને વિશ્વમાં વિવિધ વિલાસ કરાવે છે.