________________
૨૧૨
મકરધ્વજની સ્ત્રી રતિ–રાજ! મકરધ્વજની સ્ત્રીનું નામ રતિ છે. એનાં પહ્મ જેવાં નેત્રો છે. તે રૂપાભાગનું મંદિર, અને સૌંદર્યતાની મૂર્તિ છે. મકરવજ પિતાના બળથી જે જે જીવને જીતે છે, તેના મનમાં આ રતિ પ્રથમ પ્રવેશ કરીને વિષયભેગમાં સુખ-મયતાની બુદ્ધિ ઉત્પન્ન કરે છે. રતિ જીવોના હૃદયમાં પ્રવેશ કરીને કહે છે કે, “જુઓ! આ મકરધ્વજ, તમને આનંદ આપનાર છે. ખરો હિતસ્વી હોય તે વિશ્વમાં તે જ છે. કામદેવના આશ્રય વિના વિશ્વમાં બીજુ ઉત્તમ સુખ છેજ કયાં!” આવી વાતેથી લેકના મન મકરધ્વજ અને તેનાં માણસે તરફ ખેંચાય છે, પછી તે જોવાનું જ શું! સ્ત્રીઓ પુરૂષનાં અને પુરૂષે સ્ત્રીઓનાં મન પિતા તરફ આકર્ષાય એટલા માટે સારાં વા, સુંદર અલંકારે, કટાક્ષ ભર્યા નેત્રોનું અર્ધ નિરીક્ષણ, હાથ પગના ચાળા, અને પોતાની સર્વ મિલકત પણ વગર માગ્યે આપી દે છે, તેની પાછળ બરબાદ કરે છે. છેવટે યૌવન ચાલ્યું જવા પછી થતા અપમાન, તિરસ્કાર, વિડંબના ઈષ ઇત્યાદિ અનુભવતાં દુઃખ સાગરમાં સ્ત્રી પુરૂષે બધાં ડુબે છે. આ પ્રમાણે આ મકરધ્વજ અને તેની સ્ત્રી આદિના પ્રતાપથી છે આત્મભાન ભૂલીને વિવિધ પ્રકારની ચેષ્ટાઓ કરે છે.
હાસ્યાદિપાંચ-હાસ્ય-૧–રાજન્ ! મેહના પરિવારમાં હાસ્યાદિ પાંચ મનુષ્ય બળવાન છે. હાસ્યને વર્ણવેત છે. સંસારિક જીવોને પિતાની શક્તિથી કારણે અને કારણ સિવાય પણ તે વાચાળ બનાવે છે. ભૂત આવેલાની