________________
૫૩
સાથે છું એટલે તેને તે બહુજ ગમશે, કેમકે તે મારાથી બહુ જુદી રહેતી નથી, જ્યાં જાઉં ત્યાં તે અવશ્ય પાછળ આવે છે. આમ વાત કરે છે તેટલામાં માયા-કપટ આવી પહોંચે છે. પિતાના ભાઈના કહેવાથી કુમાર રિપદારણની સાથે સ્નેહલગ્નથી જોડાઈને તેના હૃદયમાં પિતાનું સ્થાન તેણીએ જમાવ્યું.
મતલબ કે અભિમાનની પાછળ અસત્યને આવ્યા વિના છુટકે નથી અને અસત્ય જ્યાં હોય ત્યાં માયા-છળ કપટને પણ આવ્યા વિના ચાલતું નથી. એટલે આમ ત્રણેની જોડીએ મળીને રિપુદારણના બાહ્ય આંતર જીવનને ઘેરી લીધું, પરાધિન કરી દીધું, તેને શાંતિનો માર્ગ શેકી લીધે, અને એટલે બધો અભિમાનમાં અસત્ય બોલવામાં અને કપટ કરવામાં તે પ્રવીણ થયે કે ચારિત્રધર્મ રાજા કે તેના પરિવારને આ માનવ જીવન જેવા ઉત્તમ જીવન મેળવ્યા છતાં તેમાં તેઓને મળવાને પ્રસંગ પણ તેને ન મળ્યો. એક એક દોષ પણ પવિત્ર જીવનને નાશ કરવાને સમર્થ છેતે પછી આ ત્રણ દેશે એકઠા થયા, પછી તે જીવન અધઃપતને માટે પુછવું જ શું ? ત્યાર પછી આ ત્રણે મિત્રની ઈચ્છા પૂર્ણ થાય તેવાં જુગારખાનાં, વેશ્યાનાં ગૃહે અને તેવાંજ બીજા દુષ્ટ સ્થાનમાં તે ફરવા લાગ્યું.
નર સુંદરીનાં લગ્ન શેખરપુરના રાજા નરકેશરીની વસુંધરા રાણીને નર