________________
૧૭૮
ત્યારે તમને સાચા સુખનો અનુભવ થશે. આ પ્રમાણે પરમાર્થ દૃષ્ટિએ કર્મ પરિણામાદિ સર્વે સર્વ કાર્યમાં કોઈ મુખ્યભાવે તે કઈ ગૌણપણે કારણરૂપ છે. એકાદ સાધન અધુરૂં હોય તો કાર્યસિદ્ધિ બરાબર થતી નથી, માટે આ બધાં સાધને–કારણે પરમશાંતિમાં ઉપગી છે. જે યદચ્છા અને નિયતિને ભવિતવ્યતામાં સમાવેશ થાય છે તેમ બાકી કેઈ સાધને રહ્યાં હોય તે તેને આ બતાવેલાં સાધનાની અંદર સમાવેશ થઈ જાય છે.
ગુણધારણ રાજાએ બહુ શાંત ચિત્તે આ બધી હકીકત સાંભળી, તેના આનંદનો પાર ન રહ્યો, તે પિતે બરોબર સમજે છે કે નહિ તે જણાવવા ખાતર ગુરૂદેવને કહે છે કે પ્રભુ! આપના કહેવાનો આશય એ છે કે,
જ્યારે હું અજ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ કરું, મેક્ષનગરીના પરમેશ્વર સુસ્થિત મહારાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરૂં, ભાવ અંધકાર વડે મારી ચિત્તવૃત્તિને મલિન બનવું, મહામહાદિના સિન્યને પોષણ આપું, ત્યારે મારું તેવું વર્તન જોઈને કર્મ પરિણામ, કાળપરિણતિ, સ્વભાવ, અને ભવિતવ્યતાદિ મારાથી પ્રતિકૂળ થાય છે, તેના પ્રતિકૂળ થવાથી કર્મ પરિણામને સેનાપતિ પાપોદય મારાથી પ્રતિકૂળ થાય, અને તેથી તે પિતાના સૈન્ય સહિત મારે વિરોધી થઈને, દુઃખદાઈ બાહ્ય અત્યંતર નિમિત્તે ઉભાં કરીને, તે દ્વાર મને અનેક પ્રકારનાં દુઃખ ઉત્પન્ન કરે.