________________
૧૮૮
કરવામાં આવે તે ઘેર સંસારમાં પરિભ્રમણ કરવાના કારણરૂપ તે થાય છે. વિશ્વમાં જે ઈન્દ્રાદિકના વૈભવ અને નરકપર્યન્તના દુખની પ્રાપ્તિ થાય છે તે બધાનું કારણ આ ચિત્તવૃત્તિ અટવી જ છે.
આત્મભાન જાગૃતિપૂર્વક પ્રવર્તાવાતી મનની વૃત્તિઓ સુખરૂપ થાય છે. આત્મભાન ભૂલીને વિષયાકાર વૃત્તિઓ વડે પાંચ ઈન્દ્રિયેના વિષચે ભેગવવામાં આવે, વિવિધ પ્રકારની આર્નરૌદ્રધ્યાનવાળી કલ્પનાઓ કરવામાં આવે તે ઘેર સંસાર પરિભ્રમણનું કારણ થાય છે. મનની વૃત્તિઓને આત્મા તરફ વાળવામાં આવે છે તે કર્મને નાશ થાય છે, તે જ મનના પ્રવાહને વિષયો તરફ વહન કરાવવાથી રાગછેષ કરીને વિશ્વમાં પરિભ્રમણ કરાય છે. " આ ચિત્તવૃત્તિ અટવીમાં ચારિત્રધર્મરાજાનું અને મહામહ રાજા એ બન્નેનાં સૈન્ય આવી રહેલાં છે. ડાબી બાજુએ મહામેહના સૈન્યને પડાવ છે ત્યારે જમણી બાજુએ ચારિત્રધર્મરાજાના સૈન્યને પડાવ પડે છે. દરેક પિતાના મોટા પરિવાર સાથે અહીં રહેલા છે. આ ચિત્તવૃત્તિના રાજ્ય ઉપર દરેક પોતપતાને હક સ્થાપવા પ્રયત્ન કરે છે, અને તે નિમિત્તે બન્ને વચ્ચે વારંવાર યુદ્ધ થયા કરે છે. તેમાં કોઈ વખત મહામહને જય તે ચારિત્રધર્મનો પરાજય કોઈ વખતે ચારિત્રધર્મને જય તો મહામે હનો પરાજય થતું રહે છે. - આ રાજ્ય વંશપરંપરાથી આવેલું નથી પણ તે તે