________________
૧૮૬
જ પ્રતાપ છે. સાધુજીવનમાં મેહનું જોર ઘટવું જોઈએ, છતાં ત્યાં પણ આ બહુરૂપી મહામહે જુદાં જુદાં રૂપાંતરો ધારણ કરીને ધર્મને નામે તેમને પિતાની જાળમાં સપડાવેલા જણાય છે. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળમાં અખલિતપણે તે પિતાને પ્રતાપ વિસ્તારી રહેલો છે. મોહના જોરથી મિત્રો મિત્રોને ઠગે છે. કુળની, ધર્મની અને જાતિની મર્યાદા મૂકીને પુરૂષ પરસ્ત્રીમાં આસક્ત થાય છે. પ્રેમાળુ પતિને મૂકીને કુળવાન સ્ત્રીઓ પરપુરૂષ સાથે આડે માર્ગે ચાલે છે. જે ગુરૂની કૃપાથી જ્ઞાન ભણીને શિષ્ય હાંશિયાર થયે તે જ ગુરૂને તે વિરોધી બની સામે થાય છે, આ મહિને જ પ્રતાપ છે. રાજાએ પ્રજાને પડે છે, પારકાના ભેગે પિતે આનંદ માને છે, બીજાને નાશ કરીને પિતાનું પોષણ કરે છે, એમાં એ મેહને જ હાથ છે.
જીવોની હિંસા, અસત્ય, ચેરી, વ્યભિચાર, માયાને સંચય, ક્રોધ, અભિમાન, કપટ, લેભ, રાગદ્વેષ, ઈર્ષા, કલહ લડાઈટંટા, પરનિંદા, વેરઝેર આદિ જે જે ભાવે-લાગણીઓ વિશ્વના જેમાં દેખાય છે, તે સર્વે આ મહામહ રાજાની જ શક્તિઓ છે. આ વિશ્વનું તંત્ર મહામહને લીધે જ ચાલે છે. વિશ્વને ચલાવવાનું અને નિભાવવાનું–પાલન કરવાનું કાર્ય આ સમર્થ મહામહને લીધે જ બની શકે છે.
ચિતવૃતિ અટવી-રાજન ! આ ચિતવૃત્તિ અટવી મોટા વિસ્તારવાળી છે. વિવિધ પ્રકારના આશ્ચર્યેથી તે ભરેલી છે. આખા વિશ્વસંબંધી જે જે વિચાર કરવા હોય