________________
૧૮૪
ભલું કરનારા છે તે સર્વને પ્રવર્તાવનાર કર્મપરિણામ રાજા છે. એક નિવૃત્તિ નગરી–મોક્ષને બાદ કરીને અંતરંગ પ્રદેશમાં જૈન પુરાદિ શહેરે આવેલાં છે તેના બાહ્ય ભાગને રાજા કર્મ પરિણામ છે, એમાં જરા પણ શંકા જેવું નથી. આત્માની પૂર્ણ સ્થ સ્વરૂપસ્થ સ્થિતિ નિર્વાણ દિશામાં છે તે સિવાય સર્વ સ્થળે આ કર્મપરિણામનુજ રાજ્ય છે તેની જ મુખ્યતા છે. આ ઉપરથી કર્મપરિણામના રાજ્યને પ્રદેશ કેટલા બહોળા વિસ્તારમાં છે તે વિચાર કરવાથી સમજી શકાય તેમ છે.
ચિત્તવૃત્તિ અટવીમાં રહેલા બીજા જ્ઞાનાવરણાદિ રાજાને ઉપરી મહામહ છે, છતાં તે પણ કર્મપરિણામની આજ્ઞાને લઈને જ છે. કર્મ પરિણામની આજ્ઞાને લઈને જ મહામહ રાજ્ય કરી શકે છે. વળી મહામહ જે કર્મરૂપ ધન ઉપાર્જન કરે છે તે સર્વ કર્મ પરિણામને જ અર્પણ કરવું પડે છે, ત્યાર પછી સારી ખેટી, વધારે ઓછી વહેંચણી તે કર્મ પરિણામ બધાને કરી આપે છે. મહામોહ હમેશાં હારજીત વાળી લડાઈ કરવા તત્પર રહે છે અને વખત જોઈ છે ઉપર તે એકદમ હલ્લે કરે છે, કર્મ પરિણામ તો ભેગ ભેગાવવામાં જ આનંદ માની જીવો જે જે વેશ ધારણ કરી, આ વિશ્વરૂપ રંગમંડપમાં નૃત્ય કરે છે તે જોયા કરે છે, મહામોહ સદા કર્મપરિણામની આજ્ઞા પાળવામાં તત્પર રહે છે. કર્મ પરિણામ પણ મહામેહથી પિતાની જરા પણ જુદાઈ માન નથી.