________________
૧૯૩
દુઃખના સમુદ્રમાં જઈ પડે છે, કેમકે સુખ દેનારી, શાંતિ આપનારી જે એકાગ્રતા છે તે આ મંડપમાં આવતાં જ નાશ પામે છે. જેઓ આ મંડપના દોષો કે શક્તિને જાણતા નથી તેઓ ફરી ફરીને આ મંડપમાં આવી ચઢે છે. મહાન પુન્ય ગે ગુરૂ કૃપાથી જેમને આ મંડપના દોષોનું ભાન થાય છે તેઓ બીલકુલ આ મંડપમાં પ્રવેશ કરતા નથી, પણ તેઓ પિતાના મનને એકાગ્ર કરીને ચિત્તને શાંત કરવા પૂર્વક આ ભવમાંજ નિત્ય આનંદના ભક્તા બને છે.
- તૃષ્ણવેદિકા–રાજન્ ! તે મંડપમાં તૃષ્ણ નામની વેદિકે છે, તે મહામહ રાજાને માટે બનાવેલી છે, તેના કુટુંબના બધા લેકે આ વેદિકા ઉપર બેસે છે. “ચિત્તમાં વિક્ષેપ આવ્યા પછી જીવને વિવિધ પ્રકારની તૃષ્ણ વધે છે. તૃષ્ણા પૂરી કરવાના બધા કાર્યમાં કામ, ક્રોધ, લોભ આદિ મેહરાજાના પરિવારને ઉપગ કરવામાં આવે છે. એટલે તૃષ્ણાની વેદિકા ઉપર બધો મહામોહને જ પરિવાર બેસી શકે છે. એમ કહેવામાં આવ્યું છે” બાકીના જ્ઞાનાવરણાદિ રાજાઓ તે ચિત્તવિક્ષેપ મંડપમાં છુટાછવાયા બેસે છે. કેમકે તેમાં તૃષ્ણના ગુણે ચેડા છે. એટલે ચિત્તવિક્ષેપમાં છુટાછવાયા પથરાયેલા છે. મહામહ અને તેના માણસને આ વેદિકા બહુ વહાલી છે. આ વેદિકા ઉપર બેઠેલો મહામહ ગર્વ પૂર્વક માને છે કે હું કૃતાર્થ થયો છું. કેમકે આ વેદિકા પર બેઠા પછી તે તેના કુટુંબને તૃપ્ત કરે છે, પિષણ આપે છે. આ તૃષ્ણ વેદિકા પિતાના બળવડે અહીં રહીને આખા વિશ્વને ભમાવે છે. આ. વિ. ૧૩