________________
૧૯૬
રૂપ માને છે, ત્યારે લુચ્ચાઈ, ખરાબ વર્તન, પરસ્ત્રીલંપટતાને ગુણ માને છે. સત્ય-વિશુદ્ધ માર્ગને ધુતારાઓએ ચલાવેલ માને છે, ત્યારે તાંત્રિક જેવા શક્તિમાર્ગને મોક્ષને માર્ગ કહે છે. ગૃહસ્થાશ્રમના ધર્મને બહુમાન આપે છે ત્યારે રાગદ્વેષાદિ વિપરીત ભાવને નાશ કરનાર ત્યાગ માર્ગની નિંદા કરે છે. આ પ્રમાણે મિથ્યાદર્શને બનાવેલા વિપર્યાસ સિંહાસનને પ્રતાપ છે.
પ્રકરણ બારમું.
મહાહનું શરીર અને તેને પરિવાર,
મહામેહનું શરીર અવિદ્યાનું બનેલું છે. તેને લઈને તે મહામહ જ્યાં હોય અગર જેનામાં હોય ત્યાં ત્યાં જીવને અનિત્ય વસ્તુમાં નિત્યતાભાસે છે. અપવિત્ર વસ્તુમાં પવિત્રતા જણાય છે, દુઃખદાઈવસ્તુમાં સુખદાઈતા લાગે છે, અનાત્મા વસ્તુમાં આત્મભાન થાય છે. શરીરાદિ વસ્તુઓ જડ છે, તેમાં મમતા ઉત્પન્ન કરાવી તે પોતે જ છે અથવા તાત્વિક રીતે તે પિતાનાં જ છે તે ભાવ ઉત્પન્ન કરાવે છે. આવી રીતે પર વસ્તુઓમાં પિતાપણાની લાગણી ઉત્પન્ન કરાવી, તેમાં એવી અસક્તિ ઉત્પન્ન કરાવે છે કે પ્રાણીઓ પોતાનું સ્વરૂપ ભૂલીને તે નિમિત્તે અનેક પ્રકારના કલેશે ભેગવે છે.
મેહ અનાદિ કાળને જૂને હેવા છતાં તે બહુ પરા