________________
૧૯૭
ક્રમશાળી છે. મોટા મોટા દે, દાન, ઈદ્રો, ચન્દ્ર, વિદ્યાધરે અને તેવા બીજાઓ તેની આજ્ઞા જરાપણ એલંઘી શક્તા નથી. મહામહ પોતાની શક્તિરૂપ દંડ વડે આ જગત્ રૂપ ચાકડાને કુંભારની માફક ફેરવીને જુદાં જુદાં કાર્યો રૂપ વાસણે સહજ વારમાં બનાવી શકે છે. તેને અનાદર કરવાને આત્મભાન ભૂલેલા જેમાંથી કેઈ સમર્થ નથી.
રાણું મહામૂકતા-અખંડ સૌભાગ્યવતી મહામેહની આ મહામૂઢતા નામની પટરાણી છે. જેમ ચંદ્રથી ચંદ્રિકા અને સૂર્યથી તેની પ્રભા જુદી નથી, તેમ મહામહ સાથે શરીરના અભેદભાવે આ રહેલી છે, તેથી મહામેહમાં પૂર્વે જે ગુણે વર્ણવ્યા છે તે બધા ગુણે આ રાણુની અંદર પણ છે. એટલે તેના જીવનને વધારે વિસ્તાર કરવાની જરૂર નથી. “મૂઢતા એ અજ્ઞાન દશા સૂચક શબ્દ છે. આત્માને સ્વરૂપને વિવેક જ્યાં ન હોય ત્યાં સારા સદ્ગુણોની આશા કયાંથી રાખી શકાય”?
મિથ્યાદર્શન સેનાપતિ–કાળા રંગવાળો અને ભયંકર આકૃતિવાળો મિથ્યાદર્શન નામને મહામહને મોટો સેનાપતિ છે. તેને માટે પ્રધાન પણ કહેવામાં આવે છે, એટલે બે હોદાઓ તે સંભાળે છે. વિશ્વ ઉપર જેમ મહામેહ રાજ્ય ચલાવે છે તેમ તે રાજ્યને બધે કારભાર આ સેનાપતિ ચલાવે છે. આ મહામેહના રાજ્યના બીજા રાજાઓને તે બધી સામગ્રી-બળ પુરું પાડે છે. તે આ ચિત્તવૃત્તિ અટવીના અંતરંગ પ્રદેશમાં રહે છે છતાં પિતાની શક્તિથી