________________
૧૯૨
કરવાની રમણીય ભૂમિકા લાગે છે ત્યારે વિશુદ્ધ ચારિત્રવાળા, તત્વના રહસ્યને સમજનારા જ પિતાના રક્ષણ માટેભલાને માટે આવા સ્થાનથી દૂરના દૂર રહે છે.
ચિત્તવિક્ષેપ મંડપ–મહારાજા ! આ પ્રમત્તતા નદીના રેતીવાળા પ્રદેશમાં ચિત્તવિક્ષેપ નામને મંડપ નાખવામાં આવેલ છે. પ્રમત્ત જીવોના ચિત્તમાં વિક્ષેપ ઉત્પન્ન થયા કરે છે તેને અહીં ચિત્તવિક્ષેપ મંડપ કહેવામાં આવે છે. આ મંડપ સર્વ દોષના સ્થાન રૂપ છે. આ ચિત્તવિક્ષેપ મંડપમાં જીવ પ્રવેશ કરે કે તરત જ તેને આત્મિક ગુણોનું વિસ્મરણ થાય છે, અને તે પાપની પ્રવૃત્તિ તરફ નજર દેડાવે છે. વિધાતાએ આ મંડપ તેવાં કાર્ય કરનારાઓ માટે જ બનાવેલું છે. આ મંડપમાં મહામે હાદિ રાજાઓ બેસે છે. તેમને માટે જ આ મંડપ છે. મતલબ કે મહામહ અને તેવાં કાર્ય કરનાર એ એક અપેક્ષાએ એક જ છે. આવાં કાર્ય કરનારાઓમાં જ મેહ રહેલો હોય છે. મહાધીન થઈને જે કંઈપણ આ બહિરંગ લેક દેહધારી જીવ આ મંડપમાં–ચિત્તની વિક્ષેપવાળી સ્થિતિમાં પ્રવેશ કરે છે તે તરત જ તેનામાં ભ્રાંતિ, સંતાપ, ચિત્તને ઉન્માદ, વ્રતને નાશ વિગેરે મંડપના કારણથી દે પ્રગટે છે. એમાં જરાપણ સંદેહ નથી.
આ મંડપમાં આવીને મહાદિ રાજાઓ બહુ ખુશી થાય છે, પણ બહિરંગ લોકોનું-દેહધારી જીનું મન તે અહીં આવ્યાથી બહુ જ ખરાબ થાય છે, પરિણામે તેઓ