________________
૧૮૭
તે બધા અહીં જ કરી શકાય છે. ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષ, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, ત્યાગ, વૈરાગ્ય વિનય, વિવેક, શાંતિ, અને વ્યવહારિક જ્ઞાનાદિ સદ્ગુણરૂપ રને આ ચિત્તવૃત્તિમાંથી પ્રગટ થાય છે. તેમ જ વિશ્વને ઉપદ્રવ કરનારી હિંસા અસત્ય, ચેરી મૈથુન, સંગ્રહ, કોધ, માન, કપટ, લેભ, રાગ દ્વેષ, કલેશાદિ મહાન અનર્થોની પરંપરા પણ આ ચિત્તવૃત્તિ અટવીમાંથી જ પ્રગટ થાય છે.
ચારિત્રધર્મરાજાદિ તથા મહામે હાદિ રાજાએ, અને તે બન્નેના પરિવારરૂપ અંતરંગ લેકે, તેમને રહેવાનાં શહેર અને ભૂમિ, તે આ ચિત્તવૃત્તિની અંદર જ આવેલાં છે. કેઈ અપેક્ષાએ ક્રોધ, મેહાદિને રહેવાનાં સ્થાને બાહ્ય પૃથ્વી ઉપર વિદ્વાન બતાવે છે, પણ તે ઉપચારિક છે. ખરી રીતે આ અંતરંગ લેનાં સ્થાન ચિત્તવૃત્તિને મૂકીને બહારના કેઈ પણ શહેરાદિમાં નથી એ વાત તમારે બરાબર લક્ષમાં રાખવા જેવી છે.
મનમાં ઉઠતી વૃત્તિઓને અહીં ચિત્તવૃત્તિ અટવી કહી છે, એટલે વૃત્તિઓના વિકારરૂપ ક્ષમાદિ અને ક્રોધાદિ તે આ ચિત્તવૃત્તિમાં જ રહેલા છે.”
આત્મભાન જાગૃત કરીને પછી જે આ ચિત્તવૃત્તિમાં પ્રવેશ કરવામાં આવે છે, અથવા આત્મભાનપૂર્વક આ મનની વૃત્તિઓ ઉત્પન્ન કરવામાં કે તેને ઉપલેગ કરવામાં આવે તો તે ચિત્તવૃત્તિ અટવી મોક્ષની પ્રાપ્તિમાં કારણરૂપ થાય છે પણ જે આત્મભાન ભૂલીને તે ચિત્તવૃત્તિમાં પ્રવેશ