________________
૧૭૮
જે હું મારા આત્મ ઉપગને લક્ષમાં રાખીને તેજ સુસ્થિત ભગવાનના પ્રસાદ વડે મારા સ્વપને જ્ઞાતા દષ્ટા થાઉં, તે મહારાજાની આજ્ઞા પ્રમાણે વર્તી, ભાવ અંધકારને દૂર કરી ચિત્તવૃત્તિને નિર્મળ બનાવું, ચારિત્રધર્મ રાજાના સૈન્યને પોષણ આપું ત્યારે મારા આ ઉત્તમ –પવિત્ર વર્તનથી કર્મ પરિણામ, કાલપરિણતિ આદિ ચારે અનુકૂળ થાય અને તેથી આ બીજે કર્મ પરિણામ રાજાને સેનાપતિ પુન્યોદય, તે પિતાના સૈન્ય સહિત મને અનુકૂળ થઈને, સુખના કારણરૂપ બાહ્ય અને અધ્યાત્મિક વસ્તુને પ્રેરણું કરીને, તેને સમાગમ મેળવી અપાવીને સુખી કરે છે. આમ આ બધા કારણે મળીને કાર્ય ઉત્પન્ન કરે છે.”
ગુરૂશ્રીએ જણાવ્યું રાજન્ ! બરાબર મારે આશય તમે સમજ્યા છે. ગુણધારણ રાજાએ ફરી વિનંતિ કરી કે પ્રભુ! કર્મપરિણામ, મહામહ અને તેનો બધે પરિવાર, તથા ચારિત્રધર્મ અને તેને બધે પરિવાર એ બરાબર જાણ્યા પછી જ એકને નાશ અને બીજાને પોષણ આપવાનું બરોબર બની શકે. માટે આપ મને તે બને અંતરંગ રાજાઓ અને તેના પરિવારનું વર્ણન જરા વિસ્તારથી સમજાવશે?
ગુરૂ મહારાજે જણાવ્યું. રાજન! તમારી ઈચ્છા બરાબર છે. તે બનેના પરિવારને જાણવાથી મહામે હાદિથી બચવાનું અને તેને નાશ કરવાનું તથા ચારિત્રધર્માદિને પિષણ આપવાનું સુગમ થઈ પડે છે. એટલે તે બને