________________
૧૮૦
અંતરંગ રાજાઓના પરિવારનું વર્ણન તમારી પાસે હું કરું છું તે તમે સાવધાન થઈને સાંભળશે.
પ્રથમ તમને કર્મ પરિણામ અને મહામહના પરિવારનું વર્ણન કહી સંભળાવું છું.
મકરણ અગીયારમું
કર્મ પરિણામ રાજા. રાજન કર્મનાં પરિણામફળ જે ઉદય આવે છે તેને કર્મ પરિણામ કહે છે. કર્મનાં ફળ વિશ્વના સર્વ જેને દેહધારી આત્માઓને ભોગવવા પડે છે. તે કર્મ પરિણામ આ જીવનાં જ ઉત્પન્ન કરેલાં છે. અનુકૂળ કે પ્રતિકૂળ સંગ, જ્ઞાન કે અજ્ઞાન દશા, વિવિધ પ્રકારની ઈચ્છાએ, તે નિમિત્તે થતી વિવિધ પ્રકારની કષાયિત પરિણતિ અને મન, વચન શરીરની પ્રવૃત્તિ, આ નિમિતે જીવ રાગદ્વેષ, હર્ષ શેકાદિ કરીને કર્મ પરિણામ ઉત્પન્ન કરે છે, અને પછી ઈચ્છાઓ કે અનિચ્છાએ તેનાં ફળ જીવને ભેગવવાં પડે છે.
શુભાશુભ પરિણામ વડે એકવાર કર્મબંધ બંધાયા પછી તે ભગવ્યા સિવાય તેમાંથી છુટી શકાતું નથી. આ કર્મની શક્તિ સૂક્ષ્મ જંતુથી માંડીને મહાન શક્તિવાળા ઈદ્ર અને ચકવતિ જેવાઓને પણ પરાધીન બનાવે છે. ઉદય આવતા આ કર્મપ્રવાહને અટકાવવાને તેઓ પણ