________________
૧૬૧
વિસરી જતે. ગૃહીધર્મકુમારને પણ અનેકવાર મેળાપ થશે પણ સાચી વિરતિ તેને ન આવી. વ્રતો ધારણ કરતા તે તે કેઈને રાજી રાખવા, અનુકૂળ વ્યવહાર ચલાવવા કે કન્યા પ્રમુખના લાભને ખાતર ધર્મિષ્ટ થતા. લેકે ધર્મિષ્ટ ગણતા પણ ખરા, છતાં તેનું અંતઃકરણ અંદરથી કેરું ધાકર હતું. જ્યારે સમ્યગુદર્શન પાસે આવતો ત્યારે પુદય તેના પણ સાથે રહેતો અને તેના પ્રતાપથી અનેક પ્રકારની અદ્ધિ પ્રાપ્ત થતી. પણ પાછો વિષયમાં ફસાતે મહાદિને આધીન થતો, આમ ઉંચે ચઢતાં અને પાછો નીચે પડતાં અસંખ્ય કાળ ગયો.
નિંદા–આ પ્રમાણે ફરતાં ફરતાં એપારપુરમાં શાલિભદ્ર શેઠની કનકપ્રભા સ્ત્રીની કુક્ષિથી વિભૂષણ નામના પુત્રપણે જન્મ પામ્યા. યુવાવસ્થા પ્રાપ્ત થઈ. એક વખત ઉદ્યાનમાં ફરવા ગયે. ત્યાં સુધાકુપ નામના આચાર્યને સમાગમ થયે, તે સ્થાને પાછો સદારામ અને સેનાપતિ સમ્યગ્રદર્શનને મેળાપ થયો. તત્વશ્રદ્ધાન થયું અને છેવટે સાધુ થશે. પણ સાધુઓના સમુદાયમાં રહેવા છતાં સાધુનાં કર્તવ્ય ભૂલી આડે રસ્તે ચઢ. આ સ્થિતિને લાભ લઈને મહામે હાદિ જેરમાં આવ્યા. તેઓ આવા અવસરની રાહ જોતા હતા. મહામે હાદિ આવ્યા કે સદાગમ, સમ્યગૂદર્શન વિગેરે તેની પાસેથી એક બાજુ ખસી ગયા. વિભૂષણ વિભાવમાં પડે. મહામહના સન્યમાંથી નિંદા નામની એક કરી તેની જીભ ઉપર આવીને ચઢી બેઠી. તેને આ. વિ. ૧૧