________________
નવમું સામાયિક વ્રત –સમભાવમાં–આત્મભાવમાંઆત્માકાર વૃત્તિ કરીને નિત્ય બે ઘડી સુધી ધ્યાન કરવું. ૯ | દશમું દેશાવગાસિક ત્રત-મહિનામાં અમુક દિવસે દશ સામાયિક કરવાં–અથવા એકથી વધારે સામાયિકના વખત સુધી શાંતિમાં એક સ્થળે રહેવું. ૧૦ - અગીયારમું પૌષધ વ્રત-બાર કે વીશ કલાક સુધી આત્મભાવમાં રહેવાને, મહિનામાં અમુક દિવસને નિશ્ચય કરે. ૧૧ :
બારમું અતિથિસંવિભાગ વત-અતિથિ-સાધુ, મુનિ વિગેરેને દાન-ભજન વસ, પાત્ર, સ્થાન આપવું. ૧૨
આ બાર વતે ગ્રહણ કર્યા પછી ગુણધારણ કુમારે તે કંદમુનિને પ્રશ્ન કર્યો કે પ્રભુ! મારા મિત્રને તથા સસરાને એક સ્વપ્ન આવેલ છે તેમાં એકને ચાર પુરૂષે સ્વપ્નમાં મળ્યા. બીજાને પાંચ પુરૂષે મળ્યા. તેમણે જણાવ્યું કે ગુણધારણ કુમારનું અમે હિત કરનાર છીએ, અને તેને બધી સારી અનુકૂળ સગવડ અમે કરી આપી છે, અને કરી આપીએ છીએ. આ ચાર કર્યું અને પાંચ કે? અને તે મને કેવી રીતે હિત કરનારાં છે તેનું આપ સમાધાન કરશે?
કંદમુનિએ જણાવ્યું, મારા ગુરૂ નિર્મળસૂરી કેવળ જ્ઞાની છે. તેઓશ્રી અત્યારે દૂર પ્રદેશમાં વિચરે છે. હું તેઓશ્રીને અહીં આવવા પ્રાર્થના કરીશ, તેઓશ્રી તમારા પ્રશ્નને બરાબર ખુલાસે કરશે. હાલ તમેએ જે વ્રતે લીધાં છે